કોમવાદ અને આરએસએસનાં એજન્ડા સામે બાંયો ચડાવવાની જરૂર છે: સુશાંતસિંહ

11 February 2020 01:24 PM
Entertainment India
  • કોમવાદ અને આરએસએસનાં એજન્ડા સામે બાંયો ચડાવવાની જરૂર છે: સુશાંતસિંહ

મુંબઈ: સુશાંતસિંહનું માનવું છે કે કોમવાદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એજન્ડા સામે લડત આપવી ખૂબ જરૂરી છે. દેશમાં હાલમાં સીટીઝનશીપ અમેન્ડમેન્ટ એકટ અને નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સને કારણે લોકો આંદોલન કરી રહ્યાં છે.

આ એકટની વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં એકટીવીસ્ટ રામ પુનિયાની અને સેન્ટ ઝેવિયર્સ કોલેજનાં ભૂતપૂર્વ પ્રિન્સીપલ ફાધર ફ્રેઝર મસ્કરેન્હાસની સાથે અનેક મહિલાઓએ પણ ભાગ લીધો હતા.

આ દરમ્યાન સુશાંતસિંહે કહ્યું હતું કે ‘આપણને દેશમાંથી સાંપ્રદાયિકતા હટાવવી પડશે. સતત અભિયાનમાં માધ્યમથી આપણે સીટીઝનશીપ અમેન્ડમેન્ટ એકટ અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સને દુર કરી શકીશું. જો કે કોમવાદનું જોખમ તો તોળાતું જ રહેશ. નાગરીક સંસ્થાનાં સદસ્યો અને શિક્ષિત યુવાઓએ ગામડાઓમાં જઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એજેન્ડાનો સામનો કરવો જોઈએ.’


Loading...
Advertisement