બોટાદ જિલ્લાના જાળીલા ગામે એક મહિનાના રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણનો પ્રારંભ

11 February 2020 01:07 PM
Botad
  • બોટાદ જિલ્લાના જાળીલા ગામે એક મહિનાના રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણનો પ્રારંભ

તા.10 ફેબ્રુઆરીથી તા.9 માર્ચ સુધી : સાંસ્કૃતિક કાર્યક્રમો, સંતવાણી, લોકડાયરો, નાટયાત્મક હાસ્ય સહિતના કાર્યક્રમોનું આયોજન

જાળીલા તા.11
રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ માસ પારાયણ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે બગડનો મારગ રોડ પર શ્રી ખોડીયાર આશ્રમે તા.10/2/2020થી તા.9/3/2020થી એક મહિનો રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ માસ મારાયણનું આયોજન પ.પૂ.મહંત રામદાસબાપુ ગુરૂશ્રી યોગેશદાસબાપુ તેમજ જાળીલા તથા સમસ્ત સેવક સમુદાય દ્વારા કરવામાં આવેલ છે. રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ વકતા સાધુ જીજ્ઞાબેન ગોંડલીયા સવારે 9 થી 12 બપોરે 3 થી 6 સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથાના પાવન પ્રસંગો રામકથા મહાત્મય, શિવ પાર્વતી વિવાહ, રામ જન્મ, રામ બાળ લીલા, સીતારામ વિવાહ, રામ વનવાસ, ભરત મિલાપ, હનુમાનજી મિલન, રાવણવદ, રામ રાજયભિષેક દરેક પ્રસંગો ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કથા દરમિયાન દરેક ભાવીભકતો માટે મહાપ્રસાદનું બપોરે તથા સાંજે વ્યવસ્થા રાખેલ છે. કથા દરમિયાન રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમો તા.15/2/2020 નાટયત્મક હાસ્ય, સંતવાણી લોકડાયરો તા.16/2/2020 જેમાં કલાકાર કરીશમા દેશાણી, જોરૂભાઇ ડોડીયા, બલરામ મહારાજ, સંવતવાણી લોકડાયરો-તા.23/2ના કલાકાર ગુલાબબેન પટેલ, વાસુ મહારાજ, જોરૂભાઇ ડોડીયા, ડાક-ડમરૂની રમઝટ તા.26/2ના કલાકાર રાવળ મનસુખભાઇ, રાવળ બાબુભાઇ ભવ્ય સંતવાણી તા.1/3ના કલાકાર મુકેશભાઇ પ્રજાપતિ, મેહુલ પરમાર, ભવ્ય સંતવાણી તા.8/3ના કલાકાર પૂનમબેન ગોંડલીયા, બટુકભાઇ ઠાકોર, નરેશભાઇ વાઘેલા


Loading...
Advertisement