ખુરસીમાં સતત બેઠા રહી કોમ્પ્યુટરનો ઉપયોગ દુખાવાનું મુખ્ય કારણ

11 February 2020 12:30 PM
Gujarat Health Off-beat
  • ખુરસીમાં સતત બેઠા રહી કોમ્પ્યુટરનો ઉપયોગ દુખાવાનું મુખ્ય કારણ

ગરદનના દુ:ખાવાનુ મુખ્ય કારણ કામ કરવાની રીત

અમદાવાદ તા.11
ઢળેલા ખભા, આગળ ગરદન અને ખુંદવાળી પીઠ જો તમે કોમ્પ્યુટર પર આ રીતે કામ કરતા હો તો ગળાનો અને પીઠનો કાયમી દુખાવો તમારા પર તોળાઈ રહ્યો છે. તાજેતરમાં શહેરની સાર્વજનિક હોસ્પિટલે કારણો જાણવા માટે દર્દીઓના પીઠદર્દનો અભ્યાસ કર્યો હતો.
ગરદનના સતત દુખાવા માટેના કારણોમાં કોમ્પ્યુટરનો લાંબો ઉપયોગ વ્યક્તિની પીઠના વળાંક અનુરૂપ ખુરસીમાં બેકરેસ્ટ ન હોવી અને ખુરશીની અયોગ્ય ઉંચાઈનો સમાવેશ થાય છે.
જીસીએલ, મેડીકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના સંશોધકોને જણાયું હતું કે 50 (8.8%) દર્દીઓ તેમના કામના સ્થળે દરરોજ ચાર કલાકથી વધુ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હતા. સંશોધકોએ દર્દીઓને 1થી10ના સ્કેલ પર પેઈન સ્કોર આવ્યો હતો. કુલ દર્દીઓમાંથી 89 (17.4)ને ચાઈલ્ડ (1થી3) પેઈન સ્કોર કેટેગરીમાં મુકવામાં આવ્યા હતા. 286 દર્દીઓ (55.9%) અને 137 (26.7%)ને અનુક્રમે મોડમેટ (4થી6) અને સિવિઅર (7થી10) કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
કામ કરતી વખતે ગરદનની પોઝીશન બાબતે પૂછવામાં આવતાં 114 (22.3%) દર્દીઓએ જણાવ્યું હતું કે તેમની ડોક ખેંચાયેલી હતી. 72 (14.1%) એ જણાવ્યું હતું કે તેમની ગરદન સીવી રહેલી હતી. પાંચ (1.0%) એ જણાવ્યું હતું કે તેમની ગરદન લંબાતી હતી અને 9(1.6%) જણાવ્યું હતું કે તેમની ગરદન સતત ફરતી રહેલી હતી.
બોડી માસ ઈન્ડેકસ બાબતે મેદસ્વી લોકોમાં પીડાની તીવ્રતા અન્ય બે કેટેગરી કરતાં વધુ જોવા મળી હતી.


Loading...
Advertisement