આજે બજેટ ચર્ચાનો જવાબ આપશે સિતારામન: નવા ધડાકા પણ?

11 February 2020 12:02 PM
Budget 2020 Government India
  • આજે બજેટ ચર્ચાનો જવાબ આપશે સિતારામન: નવા ધડાકા પણ?

સંસદના બજેટ સત્રના પ્રથમ તબકકાના અંતિમ દિને સાંસદોને હાજર રહેવા ભાજપનો વ્હીપ:છેલ્લા કેટલાક દિવસથી બજેટ ચર્ચા ચાલે છે: જો કે સરકારે પ્રમોશનમાં અનામત કે પછી વસતિ નિયંત્રણ કાનૂનની જાહેરાત પણ કરે તેવી અટકળો

નવી દિલ્હી: ગત તા.1 ફેબ્રુઆરીના રોજ રજુ થયેલા કેન્દ્રીય બજેટ પરથી ચર્ચા સંપન્ન થઈ ગઈ છે અને નાણામંત્રી નિર્મલા સીતારામન આજે પહેલા લોકસભામાં અને બાદમાં રાજયસભામાં આ બજેટ ચર્ચાનો જવાબ આપતા સમયે કેટલીક મહત્વની આર્થિક જાહેરાત કરી શકે છે. નાણામંત્રી પહેલા લોકસભા અને બાદમાં રાજયસભામાં બજેટ પરથી ચર્ચાનો જવાબ આપશે.

ભાજપે તેના દરેક સાંસદોને તેમના ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ આવ્યા છે. કેન્દ્રીય બજેટ પર બજેટ પ્રસ્તાવો પર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલુ છે અને હવે સંસદ આ બજેટને મંજુરી આપશે. છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં વિપક્ષોએ સરકાર પર મંદીનો મુકાબલો કરવામાં તથા રોજગાર સર્જનમાં નિષ્ફળતાનો આરોપ મુકયો હતો તો તરફી શાસક પક્ષના સાંસદોને બજેટને સર્વાંગી વિકાસલક્ષી તથા દેશને ફાઈવ ટ્રીલીયન ડોલર- ઈકોનોમી ભણી લઈ જનાર ગણાવ્યું હતું.

આજે સંસદના બજેટ સત્રના પ્રથમ તબકકાનો આખરી દિન છે અને તે પુર્વ મંજુરી શકય છે. બીજી તરફ જે રીતે પ્રમોશનમાં અનામત નહી તેઓ તેમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. તે સંદર્ભમાં સરકાર પર તેના જ પક્ષના સાથીઓ અને ભાજપમાંથી પ્રમોશનમાં અનામતનો અધિકાર આપવા માટે બંધારણીય સુધારો કરવા સરકાર પર દબાણ છે અને આજે સંસદમાં આ અંગે કોઈ જાહેરાત થઈ શકે છે.

પ્રમોશનમાં અનામતના મુદે દલીતોમાં ગુસ્સો ભડકે તેવી શકયતા છે. સંસદના બજેટ સત્રમાં સરકારે 45 જેટલા ખરડા મંજુર કરાવવા જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આજે સરકાર જનસંખ્યા નિયંત્રણ અંગે કોઈ કાનૂન લઈ આવે તેવી શકયતા છે. મોદી સરકાર આ પ્રકારના ધડાકા કરવા માટે જાણીતી છે અને નાગરિકતા મુદે સરકારે જેટલા મોરચા ખોલ્યા છે તેઓ હવે જનસંખ્યા કાનૂન અંગે પણ કોઈ નવો મોરચો ખોલી વિપક્ષોને માટે નવી મુશ્કેલ સ્થિતિ સર્જી શકે છે.


Loading...
Advertisement