મહિલાને એક થપ્પડ મારવી પણ તેની સાથે અન્યાય છે

11 February 2020 11:51 AM
India Woman
  • મહિલાને એક થપ્પડ મારવી પણ તેની સાથે અન્યાય છે

થપ્પડ વિશે વિચાર વ્યકત કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું...

નવીદિલ્હી, તા. 11
‘થપ્પડ’ નાં વિષય પર પોતાના મંતવ્યો જણાવતાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યુ હતુ કે મહિલાને એક થપ્પડ મારવી પણ અયોગ્ય છે. અનુભવ સિંહાની આ ફિલ્મમાં તાપસી પન્નુ લીડ રોલમાં જોવા મળી રહી છે. 28 ફેબ્રુઆરીએ રીલીઝ થનારી આ ફિલ્મમાં તાપસીની સાથે પવેલ ગુલાટી, દિયા મિર્ઝા, રત્ના પાઠક શાહ, તન્વી આઝમી અને માનવ કૌલ અગત્યની ભૂમિકામાં છે. સ્ટોરીમાં દેખાડવામાં આવ્યું છે કે તાપસીને તેનો પતિ બધાની સામે એક થપ્પડ મારે છે. એના કારણે તેના સ્વમાનને ઠેસ પહોંચે છે અને તે ડિવોર્સ માગે છે. તાપસીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને મહિલા તથા બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કેપ્શન આપી હતી કે, ‘તમારામાંથી ઘણા લોકોએ સાંભળ્યુ હશે કે મહિલાઓને જ એડજસ્ટ કરવાનું હોય છે. કેટલા લોકો એમ માને છે કે મારપીટ માત્ર ગરીબ મહિલાઓના પતિ જ કરતા હોય છે. કેટલા લોકોને એવો વિશ્ર્વાસ છે કે શિક્ષીત વ્યકિત કોઈના પર હાથ નથી ઉઠાવતો. કેટલી મહિલાઓ તેમની દીકરીઓને અને પુત્રવધુઓને એમ કહે છે કે આવુ તો ચાલ્યા કરે અમારી સાથે પણ આવુ થયુ હતું. પરંતુ આજે તો અમે ખુબ ખુશ છીએ. જો કે હું કેટલાક ડિરેકટરનાં પોલીટીકલ દ્રષ્ટિકોણને ટેકો નથી આપતી અથવા તો કેટલાક ઈશ્યુ પર કેલાક એકટર્સની વિચારધારા સાથે પણ હું સહમત નથી. જો કે આ એક એવી સ્ટોરી છે જેન હું અચુક જોવા જઈશ. આશા રાખું છું કે લોકો પણ ફેમિલીઝ સાથે આ ફિલ્મ જોવા જાય. મહિલા સાથે મારપીટ કરવી એ યોગ્ય નથી. એક થપ્પડ મારવી પણ તેની સાથે અન્યાય છે. એક પણ થપ્પડ ન મારવી જોઈએ.’


Loading...
Advertisement