કોરોના ફેબ્રુઆરીના અંત સુધીમાં ખત્મ થવાનો સંકેત

10 February 2020 07:08 PM
India
  • કોરોના ફેબ્રુઆરીના અંત સુધીમાં ખત્મ થવાનો સંકેત

જો કે વુહાનમાં 5 લાખ લોકો અસરગ્રસ્ત: 1.10 કરોડ લોકો ઘરમાં કેદ છે

નવી દિલ્હી તા.10
ચીનમાં ચાલી રહેલા કોરોના વાઈરસના કારણે એકલા વુહાન પ્રાંતમાં જ 5 લાખ લોકો અસરગ્રસ્ત હોવાના અંદાજ મુકાયો છે. ચીનના આ પ્રાંતમાં સૌથી વધુ લોકો આ સંક્રમણનો શિકાર બન્યા છે. ન્યુઝ એજન્સી બ્લુમબર્ગના જણાવ્યા મુજબ વુહાન પ્રાંતમાં પશુઓના બજારથી વાયરસ ફેલાયો છે. 1 કરોડ 10 લાખ લોકો ઘરમાં કેદ છે. લંડનની સ્કુલ ઓફ હાઈજીન દ્વારા આ વાયરસનો અભ્યાસ કરાયો છે અને તેમાં જણાવાયું છે કે વાઈરસ ફેબ્રુઆરી સુધીમાં ખત્મ થઈ જશે પરંતુ ત્યાં સુધીમાં લાખો લોકોને અસર કરશે. ચીનના આરોગ્ય વિભાગે જો કે હજુ લોકોને અફવા ન માનવા જણાવ્યુ છે.


Loading...
Advertisement