શેરબજારમાં મંદીનો આંચકો: સેન્સેકસ 149 પોઈન્ટ તૂટયો

10 February 2020 07:07 PM
Business India
  • શેરબજારમાં મંદીનો આંચકો: સેન્સેકસ 149 પોઈન્ટ તૂટયો

મુંબઈ શેરબજારમાં આજે મંદીનો આંચકો અનુભવાયો હતો. હેવીવેઈટ શેરોમાં આક્રમણકારી વેચવાલીથી સેન્સેકસમાં 149 પોઈન્ટનું ગાબડુ પડયુ હતું.
શેરબજારમાં આજે માનસ નબળુ પડયુ હતું. કોરોના વાઈરસ કાબુમાં આવ્યો ન હોવાથી વૈશ્ર્વીક મંદીની અસર હતી. આજે હીરો ઓટો, ઈન્દ્રસઈન્ડ બેંક, લાર્સન, મહિન્દ્ર, મારૂતી, નેસલે, સ્ટેટ બેંક, સન ફાર્મા, ટેલ્કો, ટીસ્કો, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ વગેરેમાં ગાબડા હતાં. કોટક બેંક, હિન્દ લીવર, રીલાયન્સ ટીસીએસ મજબુત હતાં.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 149 પોઈન્ટના ઘટાડાની 40992 હતો જે ઉંચામાં 41172 તથા નીચામાં 40798 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 52 પોઈન્ટના ઘટાડાથી 12033 હતો.જે ઉંચામાં 12103 તથા નીચામાં 11990 હતો.


Loading...
Advertisement