બર્ન્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન પર વિશ્ર્વના પ્રથમ કેલેન્ડરની ગુજરાત પ્લાસ્ટિક સર્જન એસો.ની વાર્ષિક કોન્ફરન્સમાં રજૂઆત

10 February 2020 05:52 PM
Rajkot
  • બર્ન્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન પર વિશ્ર્વના પ્રથમ કેલેન્ડરની ગુજરાત પ્લાસ્ટિક સર્જન એસો.ની વાર્ષિક કોન્ફરન્સમાં રજૂઆત
  • બર્ન્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન પર વિશ્ર્વના પ્રથમ કેલેન્ડરની ગુજરાત પ્લાસ્ટિક સર્જન એસો.ની વાર્ષિક કોન્ફરન્સમાં રજૂઆત

બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશન દ્વારા... : ગુજરાત પ્લાસ્ટિક સર્જન એસો.ની બે દિવસની વાર્ષિક કોન્ફરન્સનો પ્રારંભ, બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ ખાતે થયો છે : ડો.એસ.રાજા સભાપતિ અને ડો.મિલન દોશીની ખાસ હાજરી : ગુજરાતના 100થી વધારે સર્જનોએ ભાગ લીધો

ગુજરાત પ્લાસ્ટિક સર્જન એસોસિએશનની બે દિવસની વાર્ષિક કોન્ફરન્સ GPSACON 2020 નો પ્રારંભ બી ટી સવાણી કિડની હોસ્પિટલ, રાજકોટ ખાતે થયો છે. જેમાં વિશ્વ નામાંકિત માઇક્રો વાસ્ક્યુલર પ્લાસ્ટિક સર્જન ડો. એસ. રાજા સભાપતિ (ગંગા હોસ્પિટલ, કોઇમ્બતુર) અને મુંબઇના ભારતના જાણીતા એસ્થેટિક સર્જન ડો. મિલન દોશી ઉપરાંત ગુજરાતના 100 થી વધારે પ્લાસ્ટિક સર્જનો પણ આ કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે.
સામાન્ય રીતે પ્લાસ્ટિક સર્જરી શાખા સ્થાનિક લોકોમાં કોસ્મેટિક સર્જરી માટે પ્રખ્યાત છે. આ કોન્ફરન્સ દ્વારા અમે પ્લાસ્ટિક સર્જન એસોસિએશન એક સંદેશ આપવા માંગીએ છીએ કે પ્લાસ્ટિક સર્જરીની ઉપયોગિતા માત્ર કોસ્મેટિક સર્જરી માટે જ નથી પરંતુ બર્ન્સ મેનેજમેન્ટ (દાઝી જવું) તેમજ એ સિવાય દરેક પ્રકારના ઘા ની સંભાળની વિવિધ સારવારમાં પણ પ્લાસ્ટિક સર્જરી મદદરૂપ થાય છે.
તેઓ જન્મજાત ખામીને સુધારવા માટે ખૂબ નિષ્ણાત છે તેમજ કોઈ અકસ્માત અથવા હુમલો થતાં ઇજાગ્રસ્ત કપાયેલા અંગો જેવા હાથ, પગ, આંગળી, અંગુઠો, કાન, નાક વગેરેને ફરીથી જોડવા માટેના નિષ્ણાંત છે.
ડો. ભૌમિક ભાયાણી, (પેટ્રન,GPSACON) એ જણાવ્યું હતું કે આ પ્રસંગે, અમે બર્ન્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન પર વિશ્વના પ્રથમ કેલેન્ડરની રજૂઆત કરીને તેમજ તેને સમર્થન આપવા માટે ખૂબ જ ખુશ છીએ, જે બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલ છે. બર્ન્સને અટકાવવા માટેના વધુ પગલા લેવા માટેના કારણો તેમજ બર્ન્સ (દાઝી જવું) થયા પછી શું કરવું તે અંગે માર્ગદર્શન આપતું આ કેલેન્ડર ખૂબ જ અજોડ છે. આ કેલેન્ડર ની ખાસિયત એ છે કે જે તે મહિનામાં તે કારણ થી દાઝવાના બનાવ વધારે બનતા હોય તે મહિનામાં તે જ કારણો દર્શાવવામાં આવ્યા છે. અમે ખુશ છીએ કે બિઇંગ પેશન્ટ ફાઉન્ડેશન તેમના અભિયાન SAY NO TO BURNS ("બર્ન્સ ને કહો ના") દ્વારા બર્ન્સ ફ્રી ઈન્ડિયા - વિશ્વ 2025 નું સ્વપ્ન હાંસલ કરવા માટે પ્લાસ્ટિક સર્જનના સહયોગથી ખૂબ જ મહેનત કરી રહ્યું છે. આ કોન્ફરન્સમાં કેરોન લાઇફ સાયન્સના તેમના મૂલ્યવાન જોડાણ માટે આભારી છીએ.
ડો. એસ. રાજા સભાપતિ એ જણાવ્યું હતું કે અમે આ સંદેશો ખૂબ જ ભારપૂર્વક જણાવવા માંગીએ છીએ કે કોઈએ હંમેશા બર્ન્સમાં અને કોઈપણ પ્રકારની ઘા ની ઇજાઓથી જીવન બચાવવા અને સંભવિત વિકલાંગતાઓને રોકવા માટે અંગ બચાવવા માટે પ્લાસ્ટિક સર્જનો નો જ સંપર્ક કરવો જોઇએ. અંગ, આંગળી, પગ, અંગૂઠા વગેરેના કપાવવાની ઘટનાઓ પછી તરત જ 3-4 કલાકો ખુબ મહત્વના હોય છે આ કલાકોમાં માઇક્રો વાસ્ક્યુલર પ્લાસ્ટિક સર્જનો નો સંપર્ક કરવામાં આવે તો, અંગને બચાવવા અને લાંબા સમય સુધી અપંગતાને ટાળવા માટે માઇક્રો વાસ્ક્યુલર પ્લાસ્ટિક સર્જનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમે દ્રઢપણે માનીએ છીએ કે કોઈપણ પ્રકારની ઘા ની ઇજાઓનો પ્લાસ્ટિક સર્જનોના સહયોગથી ઉપચાર કરવો જોઇએ.
ભારતના જાણીતા બર્ન્સ પ્લાસ્ટિક સર્જન ડો. પી. કે. બીલવાની એ જણાવ્યું હતું કે બન્ર્સ પર નળનું સામાન્ય ઠંડુ પાણી રેડવું અને બીજું કશું લગાવવું નહિ તેમજ તરત જ નજીકના પ્લાસ્ટિક સર્જન અથવા બર્ન્સની સારવાર આપતા જનરલ સર્જનનો સંપર્ક કરવો. પ્લાસ્ટિક સર્જન દ્વારા બર્ન્સની સારવાર કરાવવી જોઈએ અથવા પ્લાસ્ટિક સર્જન પાસે પહોંચી શકાય એમ ન હોવાના કિસ્સામાં જનરલ સર્જન પાસે પ્રાથમિક સારવાર કરાવી તેનો ઉપચાર કરવો જોઈએ, પરંતુ પછીથી પ્લાસ્ટિક સર્જનના નિરીક્ષણ હેઠળ જ બાકીની તમામ સારવાર કરાવી જોઈએ.
ડો. મિલન દોશી એ જણાવ્યું હતું કે તબીબી વિજ્ઞાનમાં પ્રગતિએ કોસ્મેટિક સર્જરી સહિતની કોઈપણ શસ્ત્રક્રિયા ખૂબ સલામત બનાવી છે. ટેક્નોલોજીની ઉન્નતિ અને તકનીકોએ કુદરતી સુંદરતા જેવી સુંદરતા મેળવવી પુન: પ્રાપ્ય અને ઝડપી બનાવી છે અને હવે તે ઉચ્ચ વર્ગ સુધી મર્યાદિત નથી, હવે સામાન્ય લોકો આત્મસન્માન, કારકિર્દીની ભાવિ સંભાવના અથવા લગ્ન માટે પણ સર્જરીની પસંદગી કરી રહ્યા છે.


Loading...
Advertisement