કોરોનાએ બે હોઠ વચ્ચે દૂરી બનાવી! ફિલ્મો-ટીવીમાં કિસીંગ સીન પર બાન

10 February 2020 01:07 PM
Health India World
  • કોરોનાએ બે હોઠ વચ્ચે દૂરી બનાવી! ફિલ્મો-ટીવીમાં કિસીંગ સીન પર બાન

તાઈવાનમાં કલાકારોને કિસીંગ સીન તો ઠીક એકબીજાની નજીક વાત કરવા પર પણ મનાઈ!

તાઈપે તા.10
કોરોના વાઈરસના કારણે હવે તાઈવાનના દર્શકોને ટીવી સીરીયલ અને ફિલ્મોમાં કિસીંગ સીન નહીં જોવા મળે! ખરેખર ચીનના વુહાન શહેરમાં કોરોના વાઈરસનો પ્રકોપ વધારે છે. જેથી સંક્રમણને રોકવાના ભાગ રૂપે ફિલ્મો-ટીવી સીરીયલોના કલાકારો પર કિસીંગ સીન પર બાન લગાવી દેવામાં આવ્યો છે.

અહેવાલો મુજબ કલાકારોને કિસીંગ તો ઠીક પરંતુ શુટીંગ દરમ્યાન નજીક આવીને વાતચીત કરવાની પણ મનાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફોરમોસા ટીવી પર પ્રસારિત થતી સીરીયલ ‘ગોલ્ડન સીટી’માં એકટ્રેસ મિયા ચિઉ અને એકટર જૂન ફૂ વચ્ચે ઘણા કિસીંગ સીન ફિલ્માવવામાં આવે છે. આ બન્ને લાંબા લાંબા કિસીંગ સીન આપી ચૂકયા છે પણ હવે આ બન્ને કોરોના વાઈરસના ખોફના પગલે આવું નહીં કરી શકે. અત્યારે પરિસ્થિતિ એ છે કે તાઈવાનના નાના પરદા સાથે જોડાયેલા કલાકારો ભીડવાળા સ્થળો પર અંતરંગ દ્દશ્ય કરવાથી બચી રહ્યા છે. આ સિવાય ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા સભ્યોને પણ માસ્ક લગાવવાનું કહેવામાં આવ્યું છે.


Loading...
Advertisement