આંધ્ર પ્રદેશમાં દેશનું પહેલું દિશા મહિલા પોલીસ સ્ટેશન ખૂલ્યું

10 February 2020 12:17 PM
India Woman
  • આંધ્ર પ્રદેશમાં દેશનું પહેલું દિશા મહિલા પોલીસ સ્ટેશન ખૂલ્યું
  • આંધ્ર પ્રદેશમાં દેશનું પહેલું દિશા મહિલા પોલીસ સ્ટેશન ખૂલ્યું

દેશમાં એક તરફ મહિલાઓ પરના અત્યાચાર વધી રહ્યા છે ત્યારે આંધ્રપ્રદેશ સરકારે મહિલાની સુરક્ષાને લઇને એક પહેલ કરી છે. આંધ્ર પ્રદેશમાં રાજમુંદરીમાં દેશનું પહેલું દિશા મહિલા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન રાજયના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ કર્યુ હતું. રાજયમાં 18 દિશા પોલીસ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. દિશા પોલીસ સ્ટેશન અને દિશા કંટ્રોલરૂમ 24 કલાક કામ કરશે. આને માટે પ2 પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.

તેલંગણામાં ગયા વર્ષે એક બળાત્કારી પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. જેના નામ પર આ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. દિશાના કેસ પછી આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાને દિશા એકટ લાવવાની વાત કરી હતી. જેમાં આરોપીને 21 દિવસની અંદર સજા આપવા માટેનો કાયદો ઘડવામાં આવશે.

આંધ્ર સરકારે એ.પી.દિશા એકટ, 2019 પસાર કરીને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કર્યો છે. દિશા પોલીસ સ્ટેશનમાં ફોરેન્સિક લેબ અને વિશેષ અદાલત પણ હશે. આ કોર્ટમાં 21 દિવસમાં કેસની સુનાવણી પૂરી કરવામાં આવશે. આંધ્રપ્રદેશમાં દિશા એપ પણ શરૂ કરવામાં આવશે.


Loading...
Advertisement