આલે લે....સી-સેકશન સર્જરી બાદ તબીબી બેદરકારીને પગલે પ્રસુતાના પેટમાં કપડું રહી ગયું,

10 February 2020 11:43 AM
Surat Gujarat Off-beat
  • આલે લે....સી-સેકશન સર્જરી બાદ તબીબી બેદરકારીને પગલે પ્રસુતાના પેટમાં કપડું રહી ગયું,

ગાયનેકોલોજીસ્ટને રૂા.6.85 લાખનું વળતર ચૂકવવા આદેશ, સુરતના ડો. મીના વાંકાવાળાની તબીબી બેદરકારી સાબીત

અમદાવાદ તા.10
સી-સેકશન સર્જરી પછી પેડુમાં મોપ (કપડું) રહી જવા બદલ ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચે સુરતના ગાયનેકોલોજીસ્ટને રૂા.6.85 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

માર્ચ 2012માં ભાવી મહેતા નામની મહિલા સાથે આવું બનતાં પંચે ડો. મીના વાંકાવાલને આ વળતર ચૂકવવા જણાવ્યું હતું. સર્જરી બાદ પ્રસુતાએ પુત્રને જન્મ આપ્યો હતો. તેણે ફરિયાદ કરી હતી પ્રસુતી વખતે બાળક પ્રવાહી ઓગાળી જતા તેને જુદી જુદી આરોગ્ય સમસ્યાઓ થઈ હતી. પુત્રની સારવાર જુદી-જુદી હોસ્પિટલોમાં કરાવવી પડી હતી.

સર્જરી પછી પ્રસુતાને પેટમાં દુખાવો ચાલુ રહ્યો હતો. તેણે અન્ય ડોકટરોને બતાવ્યું હતું, પણ કોઈ રાહત મળી નહોતી. આખરે 14 મે 2012ને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી અને સોનોગ્રાફીમાં તેના પેડુમાં બાહરી પદાર્થ જોવા મળ્યો હતો. તેના પર ઓપરેશન કરતાં 15 બાય 12 મીમીનો કાપડનો ટુકડો-મોપ પેટમાંથી નીકળ્યો હતો.

મહેતાએ ડો. વાંકાવાલા, તેની હોસ્પીટલ અને વીમા કંપની સામે તબીબી બેદરકારી માટે ગ્રાહક પંચમાં દાવો કર્યો હતો. મેડીકલ રિપોર્ટ રજુ કરી તેણે જણાવ્યું હતું કે, ડો. વાંકાવાલાએ સર્જરી દરમિયાન મેપ દૂર કર્યું નહોતું. સાત વર્ષ પછી પંચે માન્યું હતું કે તબીબી બેદરકારી થઈ છે.


Loading...
Advertisement