બોટાદના સાળંગપુર ખાતે ભરવાડ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું : સન્માન કાર્યક્રમ

10 February 2020 11:24 AM
Botad
  • બોટાદના સાળંગપુર ખાતે ભરવાડ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું : સન્માન કાર્યક્રમ
  • બોટાદના સાળંગપુર ખાતે ભરવાડ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું : સન્માન કાર્યક્રમ

બોટાદ તા.10
બોટાદ જિલ્લામાં સાળંગપુર ગામે તા.5,6,7, એમ ત્રણ દિવસ સમસ્ત ભરવાડ સમાજ સાળંગપુર આયોજિત ટેનિસ દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવેલ હતું જેમાં 20 જીલ્લા ની ટિમો એ ભાગ લીધો હતો તા.7/2ના રોજ સેમિફાયઇનલ અને ફાઇનલ મેચ રમવામાં આવી. જેમાં સાળંગપુર,રાજકોટ, અમદાવાદ, જામનગર સેમિફાયઇનલ રમ્યા હતા જેમાં રાજકોટ અને સાળંગપુર વચ્ચે સેમિફાયઇનલ માં ટિમ 1 રને હારી ગય હતી ને રાજકોટ ફાઇનલ માં પહોંચ્યું જયારે જામનગર અને અમદાવાદ માં અમદાવાદ ફાઇનલ માં પહોંચ્યું ત્યાર બાદ ફાઇનલ રાજકોટ અને અમદાવાદ માં અમદાવાદ ચેમ્પિયન અને રાજકોટ રર્ન્સ- અપ થયું.હતૂ ખૂબ સારી રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સફળ નીવડયૂ અને તમામ ખેલાડીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા જેમાં સાળંગપુર ગામના તલાટી-કમ-મંત્રી જીતેન્દ્રભાઈ કુબાવત પણ ઉપસ્થિત રહેલ હતા. સાથોસાથ બોટાદ જીલ્લા ના સાળંગપુર (હનુમાનજી) ખાતે ભરવાડ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ માં પ.પૂ.શ્રી હરિપ્રકાશસ્વામી(શાસ્ત્રી સાળંગપુર હનુમાનજી મંદિર), પ.પૂ. વિવેકસાગરસ્વામી( કોઠારીશ્રી સાળંગપુર હનુમાનજી મંદિર), પ.પૂ.શ્રી ડી.કે.સ્વામી(સાળંગપુર હનુમાનજી મંદિર),પ.પૂ. હરિપ્રસાદસ્વામી(કોઠારીશ્રી ગઢડા ગોપીનાથજી મંદિર)પ.પુ.શ્રી વિસ્વજીવનસ્વામી(ગઢડા ગોપીનાથજી મંદિર) તથા સમગ્ર સાળંગપુર ગામના આગેવાન તથા સમસ્ત ભરવાડ સમાજ ના જય દ્વારકાધીશ, સમગ્ર આયોજન જીજ્ઞેશભાઈ બોળીયા, ગૌરાંગભાઈ લામકા, અમરાભાઈ લામકા, શૈલેષભાઈ લામકા, તથા નરેશભાઈ લામકા અને સુરેશભાઇ મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું.


Loading...
Advertisement