રાજયસભામાં પીએમ મોદી અને ગુલામ નબીએ ઉપયોગ કરેલ એક શબ્દ સ્પીકરે હટાવ્યો

08 February 2020 05:16 PM
India
  • રાજયસભામાં પીએમ મોદી અને ગુલામ નબીએ ઉપયોગ કરેલ એક શબ્દ સ્પીકરે હટાવ્યો

મોદીના કાર્યકાળ દરમિયાન આવી પ્રથમ ઘટના

નવીદિલ્હી, તા. 8
રાજયસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ વિષે ચર્ચા દરમિયાન રાજયસભાના સ્પીકર વેંકૈયા નાયડુએ વડાપ્રધાન મોદી અને ગુલામ નબી આઝાદની ટીપ્પણીનો એક શબ્દ કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યો હતો. વડાપ્રધાનની ટિપ્પણીમાંથી કોઈ શબ્દ દૂર કરવામાં આવે તે દુર્લભ ઘટના માનવામાં આવે છે. મોદી વડાપ્રધાન રહ્યા છે ત્યારથી પહેલીવાર તેમની સાથે આવું બન્યુ છે જો કે આ બંન્ને નેતાઓના કયા શબ્દો રેકર્ડમાંથી દૂર કરવામાં આવ્યા તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

રાજયસભા દ્વારા સચિવાલયમાં આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ હતું કે સભાપતિએ રાજયસભામાં 6 ફેબ્રુઆરીની સાંજે થયેલી કાર્યવાહીના કેટલાક હિસ્સા રેકોર્ડમાંથી કટ કરવાનો આદેશ આપ્યો છે. રાજયસભામાં રાષ્ટ્રીય જન સંખ્યા રજિસ્ટર (એનપીઆર) પર વિપક્ષના આરોપનો જવાબ આપતા મોદીએ જે તે શબ્દના ઉપયોગ કર્યો હતો જયારે કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પીએમના ભાષણ બાદ સીએએનો ઉલ્લેખ કરી જે તે શબ્દનો ઉપયોગ કર્યો હતો. રાજયસભાના સ્પીકર એમ.વેંકૈયા નાયડુએ બન્ને નેતાઓના ભાષણમા ઉપયોગ થયેલ આ શબ્દો કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો.


Loading...
Advertisement