શાહીનબાગ ખાલીખમ થયો! દેખાવકારો મત આપવા ઉમટયા

08 February 2020 05:14 PM
India
  • શાહીનબાગ ખાલીખમ થયો! દેખાવકારો મત આપવા ઉમટયા

મતદાન મથકે અડધો કિલોમીટરની લાઈન

નવી દિલ્હી તા.8
છેલ્લા બે મહિનાથી શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાનૂન સામે ધરણા પર બેઠેલા લોકોની સાથે સાથે પુરી ઓખલા વિધાનસભા સીટ અને ખાસ કરીને શાહીનબાગ વિસ્તારમાંથી સવારથી જ મતદાતાઓ પોલીંગ બુથ પર પહોંચી ગયા હતા. બે મહિનામાં પ્રદર્શનકારીઓથી ભરેલો શાહીનબાગ આજે ખાલી દેખાતો હતો અને મતદાન મથકે લાંબી લાઈનો જોવા મળી હતી.
સતર્કતા રાખીને ચૂંટણી પંચે અહીંની પાંચ સીટોને સંવેદનશીલ જાહેર કરાઈ છે. આ વિસ્તારમાં મતદાતાઓની એટલી તો હતી કે શાહીન પબ્લીક સ્કુલમાં ઉભા રહેલા મતદાતાઓની લગભગ અડધો કિલોમીટર લાંબી લાઈન હતી. અન્ય બુથો પર પણ મોટી સંખ્યામાં મતદાતા જોવા મળ્યા હતા. અહી મહિલા, પુરુષોની સાથે સાથે વૃદ્ધો પણ મોટી સંખ્યામાં મત આપવા ઉમટયા હતા. ઉલ્લેખનીય છે કે શાહીનબાગ ઓખલા વિધાન સભા ક્ષેત્રમાં આવે છે.
વોટીંગને લઈને આજે શાહીનબાગમાં કોઈ નજરે નહોતું પડતું. પંડાલમાં એકલ-દોકલ વ્યક્તિ જોવા મળતી હતી. ઓખલા વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીએ અમાનતુલ્લા ખાન, ભાજપે બ્રહ્મસિંહે કોંગ્રેસે પરવેઝ હાશમીને ઉતાર્યા છે.


Loading...
Advertisement