ટવીટર અને ઈન્સ્ટાગ્રામનું ઓફીશ્યલ એકાઉન્ટ હેક

08 February 2020 05:08 PM
India World
  • ટવીટર અને ઈન્સ્ટાગ્રામનું ઓફીશ્યલ એકાઉન્ટ હેક

સુંદર પિચાઈ, ઝકરબર્ગ, જેક ડોર્સીનું એકાઉન્ટ હેક કરનાર ગ્રુપની હેકીંગમાં સંડોવણી

સાન ફ્રાન્સીસ્કો તા.8
સામાન્ય યુઝર્સ તો ઠીક પણ દિગ્ગજો સુંદર પિચાઈ, ઝકરબર્ગ અને જેક ડોર્સીનું એકાઉન્ટ હેક થઈ જતું હોય છે, આવો જ વધુ એક બનાવ બન્યો છે જેમાં ટવીટર અને ઈન્સ્ટાગ્રામનું ઓફીશ્યલ એકાઉન્ટ આરજે હેક થયું હતું, રસપ્રદ બાબત એ છે કે ગુગલના સીઈઓ સુંદર પિચાઈ, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને ટવીટર હેડ જેક ડોર્સીનું એકાઉન્ટ હેક કરનાર ‘અવર માઈન’ સાઈબર ક્રિમીનલ ગ્રુપ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.હેકર્સે ફેસબુકના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને હેક કર્યું હતું અને હેક કરીને ગ્રુપની તસ્વીર પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ‘અમે અવર માઈન ગ્રુપ છીએ. ફેસબુક પણ હેક થઈ શકે છે. પરંતુ તેની સિકયોરીટી ટવીટર કરતા સારી છે.ટવીટરે એ વાતનો ખુલાસો નથી કર્યો કે કઈ થર્ડ પાર્ટી પ્લેટફોર્મથી ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું. જો કે માનવામાં આવે છે કે આ ખોરોસ મીડીયા મેનેજમેન્ટ ટુલ હતું. ખોરોસનો ઉપયોગ ડીજીટલ માર્કેટીંગ અને પી.આર. કંપની પોતાના સોશ્યલ મીડીયા એકાઉન્ટ મેનેજ કરવા ઉપયોગ કરે છે. ટવીટરના પ્રસ્તાવએ જણાવ્યું હતું કે ફેસબુક એકાઉન્ટ હેક થવાની જાણ થતા જ એકાઉન્ટ લોક કરવામાં આવ્યું હતું.


Loading...
Advertisement