50000 કરોડ વસુલવા યુએઈની બેંકો ભારતમાં

08 February 2020 05:00 PM
India
  • 50000 કરોડ વસુલવા યુએઈની બેંકો ભારતમાં

ભારત સરકારે અમીરાતની કોર્ટોના નિર્ણયનો દેશમાં અમલ થઈ શકશે તેવો નિર્ણય કર્યો હતો : મોટાભાગની કોર્પોરેટ લોન ભારતીય કંપનીઓની સબસીડીયરીને આપવામાં આવી છે

મુંબઈ તા.8
નવી દિલ્હીએ દીવાની કેસોમાં અમીરાતની અદાલતોના નિર્ણયોનો ભારતમાં પણ અમલ કરાવી શકાય તેવો નિર્ણય કરતાં યુએઈની ઓછામાં ઓછી નવ બેંકો રૂા.50000 કરોડની વસુલાત માટે ભારતીય ડિફોલ્ટરો સામે કાનુની પગલા લેવા આવી રહી છે.

મોટાભાગના કેસોમાં ભારતીય કંપનીઓની અબુધાબી સ્થિત પેટાકંપનીઓ દ્વારા લેવાયેલી કોર્પોરેટ લોન છે.

વ્યક્તિઓ સામે કાનુની કાર્યવાહી કરવા આવી રહેલી બેંકોમાં યુએઈની એન્ટિટેસ એમબીડી, માશરેક બેંક અને અબુધાબી કોમર્સિયલ બેંકનો સમાવેશ થાય છે. દોરા બેંક, નેશનલ બેંક ઓફ ઓમાન અને નેશનલ બેંક ઓફ બેહરીન જેવી બેંકોએ દુબઈ અથવા અબુધાબી શાખાઓ દ્વારા ભારતીય કંપનીઓ અથવા વ્યક્તિઓને ધીરાણ આપ્યું છે. તેમણે પણ યુએઈની અદાલતોમાં ધા નાખી છે, અથવા આગામી સપ્તાહોમાં એવું કરવાની તૈયારીમાં છે.

જાણકારોના જણાવ્યા મુજબ મોટાભાગના કેસો કોર્પોરેટ લોનના છે, અને સંકળાયેલી રકમ મોટી હોવાથી એ પહેલાં વસુલવા બેંક આતુર છે. જો કે કેટલીક બેંકોનું ભારતમાં રિટેલ લોન એકસપોઝર પણ છે.

ભારત સરકારે 17 જાન્યુઆરીએ જાહેરનામુ બહાર પાડી દીવાની કેસોમાં યુએઈ અદાલતોના નિર્ણયો ભારતમાં પણ માન્ય રાખવા જાહેરાત કરી હતી. આનો અર્થ એ થયા કે ભારતમાં ભાગી આવેલા અથવા અમીરાતમાં હવે કામગીરી ન કરતા ડિફોલ્ટર સામે કોર્ટ ઓર્ડર મેળવ્યો હોઈ તેવી બેંકો સ્થાનિક લેન્ડરની જેમ નાણા વસુલવા ભારતમાં પણ કાનૂની કાર્યવાહી કરી શકશે.


Loading...
Advertisement