આગાખાન પ્રીસ્કુલ બોટાદે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસાધનોની કેટેગરીમાં સમગ્ર દેશમાં 7મું સ્થાન મેળવ્યુ

08 February 2020 11:47 AM
Botad
  • આગાખાન પ્રીસ્કુલ બોટાદે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસાધનોની કેટેગરીમાં સમગ્ર દેશમાં 7મું સ્થાન મેળવ્યુ

શ્રેષ્ઠ કેમ્પસ ડીઝાઈન કેટેગરીમાં આગાખાન પ્રીસ્કુલ રાણાવાવ સમગ્ર દેશમાં 9માં સ્થાન

બાલ્યાવસ્થાના પ્રારંભે પ્રીસ્કુલના શરૂઆતમાં વર્ષોમાં કરવામાં આવેલ રોકાણનું જયારે બાળક શિક્ષણના એક સ્તરથી બીજા સ્તર તરફ આગળ વધે છે. ત્યારે અનેકગણુ વળતર મળે છે. હિઝ હાઈનેસ આગાખાન એજયુકેશન સર્વિસ, ઈન્ડિયા ભારતમાં 40 થી પણ વધુ વર્ષોથી આગાખાન પ્રીસ્કુલસ (એકેપી)નું સફળતાપૂર્વક સંચાલન કરે છે. આગાખાન એજયુ. સર્વિસ, ઈન્ડીયા દ્વારા સંશોધિત પ્રગતિશીલ પ્રીસ્કુલ કાર્યક્રમનો બાળ કેન્દ્રીત શૈક્ષણિક અભિગમ શિશુ પહેલ પધ્ધતિ (એસપીપી)ના નાના બાળકોને આયોજન તેમજ પ્રવૃતિ કરવામાં અને આત્મવિશ્ર્વાસ વધોરવા માટે તકો પૂરી પાડે છે.
પૂર્વ પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં આગામાન એજયુ. સર્વિસ, ઈન્ડીયા પ્રત્યક્ષ સ્વરૂપે 60,000થી વધુ બાળકોને ગુણવતા યુકત પૂર્વ પ્રા.શિક્ષણ પુરૂ પાડેલ છે તથા વિવિધ આઉટરીચ કાર્યક્રમો દ્વારા અન્ય સંસ્તાઓ તેમજ સરકારી આંગણવાડીઓ વિગેરેને તાલીમ આપી પરોક્ષ સ્વરૂપે 16,00,000થી વધુ બાળકોને ગુણવતાયુકત શિક્ષણ મેળવવામાં મદદરૂપ થયેલ છે. 23મી જાન્યુ.2020ના રોજ આગાખાન પ્રીસ્કુલ બોટાદ અને આગાખાન પ્રીસ્કુલ રાણાવાવને બે અલગ અલગ કેટેગરીમાં સમગ્ર દેશની શ્રેષ્ઠ 10 સ્કુલ્સમાં સમાવિષ્ઠ કરતો પ્રતિષ્ઠિત એજયુકેશન વર્લ્ડ પ્રીસ્કુલ ગ્રાન્ડ જયુરી એવાર્ડ 2019-20 મળેલ છે.
આગાખાન પ્રીસ્કુલ બોટાદે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસાધનોની કેટેગરીમાં સમગ્ર દેશમાં 7મુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આગાખાન પ્રીસ્કુલ રાણાવાવે શ્રેષ્ઠ કેમ્પસ ડીઝાઈનની કેટેગરીમાં સમગ્ર દેશમાં 9મું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગઆમ્ય અને અર્ધશહેરી વિસ્તારમાં આવેલ સૌને પરવડે તેવા મોડેલ સમાન આગાખાન પ્રસ્કુલની સરખામણીમાં અન્ય સહભાગી પ્રીસ્કુલ્સ દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોની હોવા છતા પણ ઉપરોકત એવોર્ડ મેળવી અનેરી સિધ્ધી હાંસલ કરેલ છે. આગાખાન એજયુકેશન સર્વિસ, ઈન્ડીયાના સીઈઓ ફરહાદ મર્ચન્ટના શબ્દોમાં આગાખાન પ્રિસ્કુલ્સમાં થતી પ્રવૃતિઓમાં એકતા, સહઅસ્તિત્વની ભાવના, સહિષ્ણુતા તેમજ આદરભાવ વિગેરે


Loading...
Advertisement