મિનિટે 4 વાર ભારતીયો વોઈસ આસીસ્ટંટને હનુમાન ચાલીસા સંભળાવા કહે છે

08 February 2020 11:46 AM
Dharmik India
  • મિનિટે 4 વાર ભારતીયો વોઈસ આસીસ્ટંટને હનુમાન ચાલીસા સંભળાવા કહે છે

વધુને વધુ સંખ્યામાં ભારતીયો મનોરંજનની માહિતી માટે સ્માર્ટ સ્પીકર્સ તરફ વળી રહ્યા છે

નવી દિલ્હી તા.8
એમેઝોનએ તેના વોઈસ આસીસ્ટંટ એલેકમાને સક્રીય કર્યો છે. સ્માર્ટ સ્પીકર અને અન્ય ડિવાઈસીસમાં રહેલો આ આસીસ્ટંટ ભારતીય ગ્રાહકો સાથે હિંદીમાં વાત કરે છે. પરંતુ, દેશીઓ તેને કેવા સવાલ પૂછી રહ્યા છે. દર મીનીટે ભારતીય વર્ચ્યુલ આસીસ્ટંટ પ્રતિ લવ પ્રગટ કરે છે અને દર બે મીનીટે કોઈ તેને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. એલેકઝાની ભલાઈ પણ યુઝર્સની ચિંતાનો વિષય હોય તેવું લાગે છે. કેમકે, યુઝર્સ દર મીનીટે 11 વાર તેને હાઉ આર યુ અથવા કૈસી હો પૂછે છે.

ભારતીય ગ્રાહકો વાસ્તવમાં એલેકઝા સાથે સપ્તાહમાં 1 કરોડ વાર વાર્તાલાપ કરે છે. એલેકઝા એકિસપિરિયન્સ અને ડિવાઈસીસ માટેના ઈન્ડિયા કંટ્રી મેનેજર પુનીશકુમાર જણાવે છે કે યુકે અને યુએસ કરતાં પણ વધુ સંખ્યામાં ભારતીયો એલેકઝા સાથે વાત કરી રહ્યા છે.

ડિજીટલ આસીસ્ટંટ સાથે આવો અંગત વાર્તાલાપ છેક આશ્ર્ચર્યની બાબત નથી. મે મહિનામાં યુનાઈટેડ નેશન્સના રિપોર્ટમાં જણાવાયું હતું. સ્ત્રૈણ ડિજીટલ આસીસ્ટંટ લૈંગિક પૂર્વગ્રહ-પક્ષપાત દ્દઢ બનાવે છે. આંતરરાષ્ટ્રીય સંગઠને કંપનીઓને જેન્ડર-ન્યુટ્રલ ચોઈસ આસીસ્ટંટ બનાવવા જણાવ્યુ હતું. ડિજીટલ આસીસ્ટંટમાં પુરુષ અવાજનો વિકલ્પ હોય છે, પણ ડિફોલ્ટ વોઈસ સ્ત્રીનો હોય છે.

એલેકઝા સાથે ફલર્ટ નહીં કરનારા ભારતીયો તેને હનુમાન ચાલીસા અથવા બેબી શાર્ક ઘટાડવા કરે છે. 2019ના ડેટા મુજબ હનુમાન ચાલીસા દર મીનીટે 4 વાર અને બેબી શાર્ક મીનીટે ત્રણવાર બગાડવામાં આવી હતી. અલેકઝાંએ દર મીનીટે 1000 ગીત ગાયા હતા. મ્યુઝીક અથવા સ્પોર્ટસ અપડેટ ઉપરાંત સ્માર્ટ સ્પીકરને મિનીટમાં 10 વાર પ્રાણીઓનો અવાજ કાઢવાનું કહેવામાં આવે છે.

યુઝર્સ એલેકઝાની માહિતીના ખજાનાનો પણ ઉપયોગ કરે છે. પ્રકાશની ગતિથી માંડી પાણી શા માટે ભીનું હોય છે અને આકાશ શા માટે ભૂરું હોય છે, આવા સવાલોનો જવાબ એલેકઝા મીનીટે 9 વાર આપે છે. 1000 ભારતીયો તેની પાસેથી દરરોજ રસોઈ કરવા શીખી રહ્યા છે. દરરોજ 500 ગ્રાહકો તે તેના આડાઅવળા રખાયેલા મોબાઈલ ફોન શોધી આપવા એલેકઝાનો ઉપયોગ કરે છે. હવે તેણે હિંદી ભાષાનું જ્ઞાન પણ વધાર્યુ છે. એલેકઝા દર મીનીટે હિંદીમાં એક સ્ટોરી કરે છે.

કુમારે ભારતમાં એલેકઝાના યુઝર્સની સંખ્યા જણાવી નહોતી, પણ વિશ્વના ટોચના પાંચ દેશોમાં ભારતનો સમાવેશ થતો હોવાનું જણાવ્યું હતું. યુએસ આ વાતમાં સૌથી આગળ છે.


Loading...
Advertisement