રાણાવાવમાં સસરાનું બાઈક સળગાવતો જામનગરનો જમાઈ

08 February 2020 11:40 AM
Porbandar
  • રાણાવાવમાં સસરાનું બાઈક સળગાવતો જામનગરનો જમાઈ

પાડોસીએ પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી

(બી.બી. ઠકકર)
રાણાવાવ તા.7
રાણાવાવ ખાતે રહેતા એક વૃધ્ધનું બાઈક તેના જામનગર રહેતા જમાઈએ સળગાવી નાખતા આ અંગે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
રાણાવાવના માધવપાર્કમાં શકિત હોસ્પિટલ પાસે રહેતા મગનભાઈ વેલજીભાઈ હિંગરાજીયા (ઉ.60) એ નોંધાવેલી ફરીયાદ મુજબ તેની નાની પુત્રી કૃપાના લગ્ન જામનગર ખોડીયાર કોલોનીમાં રહેતા વિશાલ હેમતલાલ કણસાગરા સાથે દોઢ વરસ પહેલા કરવામાં આવ્યા હતા. પરંતુ તેણે સાસરામાં મનદુ:ખ થતા હાલ તે મગનલાલના ઘરે રીસામણે છે. ગઈકાલે રાત્રીના મગનલાલે પોતાનું બાઈક ઘરની ડેલીની બહાર રાખ્યુ હતું. રાત્રીના ત્રણેક વાગ્યા તેના જમાઈ વિશાલે ઘર બહાર પડેલા બાઈકમાં આગ લગાડી હતી આથી મગનલાલ જાગી ગયા હતા અને તેમણે જમાઈ વિશાલને બાઈક ન સળગાવવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. આથી અન્ય લોકો જાગી જતા વિશાલ બાશઈક સળગાવીને ત્યાંથી નાસી ગયો હતો. તમામ લોકોએ સાથે મળી પાણીનો મારો ચલાવી આગ મુઝાવી હતી આ આગના કારણે તેમના બાઈકમાં 15 હજાર રૂપિયાનું નુકશાન થયુ હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement