લાઈટ, કેમેરા, એકશન ! ગુજરાતમાં ફીલ્મ-ટીવી આધારિત પ્રવાસન વિકસાવાશે

08 February 2020 11:37 AM
Ahmedabad Gujarat Travel
  • લાઈટ, કેમેરા, એકશન ! ગુજરાતમાં ફીલ્મ-ટીવી આધારિત પ્રવાસન વિકસાવાશે

રાજયમાં ફીલ્મ-સીરીયલ-વેબસીરીઝ-વિજ્ઞાપન વગેરેના શુટીંગ માટે સરકાર નાણાકીય સહાય સહિતના પ્રોત્સાહન આપશે

ગાંધીનગર, તા. 7
ફિલ્મ, ટીવી સીરીયલ, વેબસીરીઝ, વિજ્ઞાપન, ડોકયુમેન્ટરી વગેરે મારફત પ્રવાસન વધારવા માટે ગુજરાત સરકારે ફિલ્મ તથા વીડીયો શુટીંગને પ્રોત્સાહન આપવા માટે ખાસ નીતિ ઘડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

ફિલ્મ આધારીત પ્રવાસન માટે હાલ ચોકકસ માર્ગદર્શિકા છે પરંતુ કોઈ નોંધપાત્ર નાણાંકીય સરળ કે અન્યર લાભો ખવાતા નથી. નવી નીતિમાં ફિલ્મ વીડીયો શુટીંગ માટે નાણાકીય સહાય તથા અન્ય સુવિધાઓ અપાશે.

પ્રવાસન સચિવ મળતા વર્તુએ કહ્યું કે ફિલ્મ, ટીવી સીરીયલ, વૈદ્ધ સીરીયલ, વિજ્ઞાપન વગેરેના શુટીંગ માટે ગુજરાતમાં ઘણા શ્રેષ્ઠ લોકેશન સ્થળો છે. અનેક દરીયાકાંઠા, હેરીટેજ સંપતિ, પર્વત, રણ, નદી, અત્યાધુનિક ઈમારતો વગેરે છે. સિનેમા આધારીત પ્રવાસનને પ્રોત્સાહન કરવા નવી નિતી ઘડવાનું નકકી કર્યુ છે. પ્રવાસન વિભાગની ટીમ મુંબઈ જશે. ફિલ્મ નિર્માતા, નિર્દેશકો તથા આ ક્ષેત્રના અન્ય વ્યવસાયીકો સાથે બેઠક કરશે. ગુજરાતમાં શુટીંગ માટે આગ્રહ કરશે.

તેઓએ ઉમેર્યુ કે સુચિત નીતી અંતર્ગત સીંગલ વિન્ડો સીસ્ટમ દાખલ કરાશે. કોઈ પણ સીધી અરજી કરી શકશે. અને તેના આધારે સરકાર તમામ પ્રકારની સુવિધા આપશે.

ફિલ્મ વગેરેના શુટીંગને પ્રોત્સાહન આપવા અનેક રાજયોએ નિતી બનાવી છે. ગુજરાત સરકાર પણ આ દિશામાં આગળ ધપશે. ગુજરાતી-પ્રાદેશીક ફિલ્મો તથા નિર્માતાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રકારના પગલાથી હોસ્પીટાલીટી, કેટરીંગ વગેરે ક્ષેત્રમાં રોજગારીની તકો સર્જાશે. પ્રવાસન પણ વિકસશે.


Loading...
Advertisement