ચીન 20000 કોરોનાગ્રસ્તોને મારી નાખશે! ‘ફેક ન્યુઝ’થી ખળભળાટ

07 February 2020 05:17 PM
India World
  • ચીન 20000 કોરોનાગ્રસ્તોને મારી નાખશે! ‘ફેક ન્યુઝ’થી ખળભળાટ

5 ફેબ્રુઆરીએ એબીટીસી વેબસાઈટ પર આવો દાવો કરાયો

બૈજીંગ તા.7
બીમારી પ્રસરતી અટકાવવા નોવેલ કોરોનાવાઈરસથી પીડિત 20000 લોકોની કતલ કરવા ચીનના સતાવાળાઓએ સુપ્રીમ પીપલ્સ કોર્ટની મંજુરી માંગી હોવાના અહેવાલોથી વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. 5 ફેબ્રુઆરીએ એબીટીસી વેબસાઈટ પર આવો દાવો કરાયો હતા. એ પછી સોશ્યલ મીડીયામાં આ વાતની ભારે ચર્ચા થઈ રહી છે.

વેબસાઈટે જણાવ્યું હતું કે, ચીનથી સર્વોચ્ચ અદાલત ઘાતક વાઈરસનો ફેલાવો રોકવા કોરોનાવાઈરસના દર્દીઓની સામુહિક હત્યા કરવા શુક્રવારે મંજુરી આપશે. ચીની સરકારે કોર્ટને રજુઆત કરી છે કે ચીનમાં દરરોજ 20 આરોગ્ય કર્મીઓ વાયરસનો ભોગ બની રહ્યા હોવાથી દેશમાં કોઈ આરોગ્ય વર્કર નહીં રહે. જો કે આ વેબસાઈટ પરથી સામગ્રી મનઘડંત સુચવતી કોઈ ઠિસકલેમર ધરાવતી નથી.

આ વેબસાઈટ પર અનેક જંગ સ્ટોરીમાં જોવા મળી છે. 2010નાં જુલાઈમાં પણ તેણે ન્યુયોર્ક જાયન્ટસ કોચ પેટ શ્યુરમુરના મૃત્યુનો અહેવાલ આપ્યો હતો. પણ આજે પણ તે જીવીત છે અને જાન્યુઆરી 2020માં તેમની ડેનવેર બ્રોન્કોસ માટે ઓફેન્સીવ કોઓર્ડીનર તરીકે રોકવામાં આવ્યા હતા.

આ વેબસાઈટએ કેનીબલ રેસ્ટરાં, સેલીબ્રીટી યુગલોના બનાવટી અહેવાલો અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બનાવટી-કાપકુપ કરેલી ટિવટથી માંડી પ્રિન્સ એન્ડ્રુએ આત્મહત્યા કર્યાના સમાચાર આવ્યા હતા.


Loading...
Advertisement