અમદાવાદમાં ટ્રમ્પ મિસાઈલ પ્રુફ કાર ‘બિસ્ટ’માં ફરશે, મોદી હેલિકોપ્ટરમાં ઉડશે

07 February 2020 05:14 PM
Ahmedabad Gujarat India
  • અમદાવાદમાં ટ્રમ્પ મિસાઈલ પ્રુફ કાર ‘બિસ્ટ’માં ફરશે, મોદી હેલિકોપ્ટરમાં ઉડશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હજારો છાત્રો ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેશે: ત્રણ હજાર બસો દોડશે: ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમને લઈને અમદાવાદમાં અમેરિકાથી સુરક્ષા કમાન્ડોનું આગમન: ટ્રમ્પના આગમનના પગલે 50 કરોડના ખર્ચે નવા રસ્તા બન્યા: ટ્રમ્પની સુરક્ષાને લઈને તડામાર તૈયારી: અમેરિકાથી ખાસ ત્રણ વિમાનો આવશે, જે સુરક્ષાના સાધનો અને નેટવર્કથી સજજ હશે: કાર્યક્રમ સ્થળે લાખોની જનમેદની ઉમટશે

અમદાવાદ તા.7
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આગામી 24થી27મી ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદની મુલાકાતે આવવાનું ફાઈનલ થઈ જતા તેને લઈને તડામાર તૈયારી થઈ ચૂકી છે. અમદાવાદના નવ નિર્મિત વિશ્ર્વના વિશાળ સ્ટેડીયમ મોટેરામાં ‘કેમ છો ટ્રમ્પ’ અંતર્ગત કાર્યક્રમમાં સ્ટેડીયમમાં લાખો છાત્રો ઉપસ્થિત રહેશે. ટ્રમ્પની સાથે સાથે ભારતના વડાપ્રધાન પણ તેમની સાથે રહેશે.

મોટેરા સ્ટેડીયમ અને ગાંધી આશ્રમમાં ટ્રમ્પની આ મુલાકાતની સાથે ગાંધી સરદારની ઝાંખી, ગરબાથી લઈ કુચીપુડી, ભરત નાટ્યમ, ભાંગડા જેવા સાંસ્કૃતિ કાર્યક્રમો પણ યોજાશે. ટ્રમ્પની આ મુલાકાતને લઈને અમેરિકા અને ભારત બન્ને દેશો દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે.

ટ્રમ્પની મુલાકાતને પગલે અમેરિકાથી સુરક્ષા કમાન્ડોએ અમદાવાદ ખાતે આવવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદમાં ટ્રમ્પ અને તેમની ટીમના ઉતારા માટે એરપોર્ટ ખાતેની તાજ ઉમેદ અથવા વસ્ત્રાપુરની હયાત હોટેલ આખે આખી બુક કરાવાઈ રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ટ્રમ્પનું આગમન અમદાવાદવાસીઓ માટે લાભકારી બન્યું છે. કારણ કે ટ્રમ્પના આગમનના પગલે ગાંધી આશ્રમથી સ્ટેડીયમ સુધીના રસ્તાઓ તાબડતોબ 50 કરોડ રૂપિયાના ખર્ચે નવા બનાવવામાં આવ્યા છે.

ટ્રમ્પનું ખાસ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ એરપોર્ટને 3 કલાક માટે બંધ કરવામાં આવશે. એરપોર્ટ ઉપરાંત માર્ગો પર ટ્રમ્પના કાફલાના આગમન પુર્વે બંધ કરવામાં આવશે.

અમદાવાદમાં ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે. ટ્રમ્પ તેની ખાસ કાર ‘બિસ્ટ’માં સફર કરશે. જયારે વડાપ્રધાન મોદી હેલિકોપ્ટરમાં પ્રવાસ કરશે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોટેરા સ્ટેડીયમમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં 1 લાખથી વધુ છાત્રો હાજર રહેશે. જેમાં રાજકોટથી પણ છાત્રો અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડીયમમાં સ્કુલ ડ્રેસમાં હાજર રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

કાર્યક્રમના સ્થળે હેલીપેડ પણ બનાવાયુ છે. જયાં વડાપ્રધાન હેલીકોપ્ટરથી ત્યાં પહોંચશે.
અમદાવાદના ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડીયમના ટ્રમ્પના કાર્યક્રમોને લઈને અમેરિકાના ટ્રમ્પના કાફલા સાથે ત્રણ વિમાનો આવશે જેમાં સુરક્ષાના સાધનો, નેટવર્ક વગેરેની વ્યવસ્થા છે.

મોટેરામાં કાર્યક્રમ પુરો થયા બાદ મોદી અને ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. અહીં પાછળના ભાગેથી સાબરમતી રિવરફ્રન્ટ નિહાળશે. એક લાખથી વધુ જનમેદની સ્ટેડીયમમાં ઉપસ્થિત રહે તેવું આયોજન થયું છે. આ મેદનીમાં પણ ટ્રમ્પના ફોલોઅર્સનું ખાસ ધ્યાન રાખવાની તાકીદ કરાઈ છે. આ કાર્યક્રમમાં શાળા-કોલેજના છાત્રો, વેપારીઓને લાવવામાં આવી શકે છે. આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હજારો છાત્રો ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં ત્રણ હજાર જેટલી બસો દોડશે.

પોલીસ અધિકારીઓએ સ્ટેડિયમનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી
ટ્રમ્પની અમદાવાદની મુલાકાત ફાઈનલ થઈ છે ત્યારે તેને લઈને અમદાવાદની પોલીસ અને એસપીજી સહિતની એજન્સીઓએ સ્ટેડિયમનું નિરીક્ષણ કયુર્ં હતું. અને સમીક્ષા કરી હતી. આ તકે એસપીજી ટીમ અને સુરક્ષા એજન્સીઓ પણ સાથે હતી. આ તકે પોલીસ કમિશ્ર્નર ભાટિયા અને સ્પેશિયલ સી.પી. અજય તોમરે નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી.


Loading...
Advertisement