અવકાશમાં 328 દિવસ ગાળવાના રેકોર્ડ પછી નાસાની અવકાશયાત્રી કોચ પૃથ્વી પર પરત

07 February 2020 12:53 PM
Technology World
  • અવકાશમાં 328 દિવસ ગાળવાના રેકોર્ડ પછી નાસાની અવકાશયાત્રી કોચ પૃથ્વી પર પરત

અન્ય બે યાત્રીઓ સાથે કઝાખસ્તાનમાં સફળ ઉતરાણ

ન્યુયોર્ક,તા. 7
ભ્રમણકક્ષામાં 11 મહિનાઓ ગાળી મહિલા દ્વારા લાંબી સ્પેસફલાઈટનો રેકોર્ડ સ્થાપનારી નાસાની અવકાશયાત્રી ક્રિસ્ટિના કોચ અન્ય બે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સાથીદારો સાથે કઝાખસ્તાનમાં સલામત રીતે ઉતરી આવી હતી.

કોચ સ્ટેશન કમાંડર લુકા પીર્મિતાનો (યુરોપિયન સ્પેસ એજન્સી) અને રશિયાના અવકાશયાત્રી એલેકઝાંડર કઝાખસ્તાનની દક્ષિણપુર્વીય ઝેઝકગ્મોન ખાતે સલામત રીતે ઉતરી ગયા હતાં.

અવકાશમાં પોતાની પ્રથમ ફલાઈટ પછી કોચે 328 દિવસનુંં મિશન પુરું કર્યું હતું. આ મિલનથી સંશોધખોને મહિલા પર લાંબા ગાળાની સ્પેસ ફલાઈટની અસરોનો અભ્યાસ કરવાની તક મળશે.

આર્ટેમિલ કાર્યક્રમ હેઠળ નાસા ચંદ્ર પર પાછા આવવા અને મંગળ પર માણસ મોકલવાના નાસાની યોજના માટે આ અભ્યાસ મહત્વનો છે. પૃથ્વી પર સફળ ઉતરાણ કર્યા પછી કેપ્શ્યુલમાંથી બહાર નીકળવામાં સપોર્ટ ટીમે મદદ કરી મેડીકલ ચેકઅપ માટે ખુરશીમાં બેસાડી ત્યારે કોચે સ્મિત કરી થમ્પઅપ (વિજય)ની નિશાની કરી હતી.


Loading...
Advertisement