સરકારી બેંકોના કામકાજના સમય એક સમાન થશે: સાંજે પાંચ વાગ્યા સુધી નાણાં જમા-ઉપાડ શકય બનશે

07 February 2020 11:42 AM
Government India
  • સરકારી બેંકોના કામકાજના સમય એક સમાન થશે: સાંજે પાંચ વાગ્યા સુધી નાણાં જમા-ઉપાડ શકય બનશે

મધ્યપ્રદેશ-રાજસ્થાન જેવા રાજયોએ પહેલ કરી: તમામ સરકારી બેંકોમાં સમય સરખો રાખવા નાણાં ખાતાની સૂચના

નવી દિલ્હી તા.7
સરકારી બેંકોમાં કામકાજના સમયમાં બદલાવનો દોર શરુ થયો છે. રોકડ જમા કરાવવા-ઉપાડવા જેવા નોર્મલ-નિયમિત કામકાજ માટેના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

બેંકીંગ સૂત્રોએ જણાવ્યું છે કે બેંકીંગ કામકાજના સમયમાં બદલાવની શરૂઆત મધ્યપ્રદેશ તથા રાજસ્થાનથી શરૂ કરવામાં આવી છે. બન્ને રાજયોમાં કામકાજનો સમય સવારે 11થી સાંજે 5 વાગ્યાનો કરવામાં આવ્યો છે. બેન્કો બંધ થવાનો સમય સાંજે છ વાગ્યાનો કરવામાં આવ્યો છે. સ્ટેટ લેવલ બેંકીંગ કમીટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૂત્રોએ કહ્યું કે, કેન્દ્ર સરકારના નાણાંમંત્રાલયે સરકારી બેંકોમાં કામકાજનો સમય એક સમાન રાખવાનું સૂચવ્યુ છે અને તે માટે ગત વર્ષે દશા નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા. પરંતુ વિભિન્ન રાજયોની ભૌગોલિક પરિસ્થિતિ સહિતના કારણોસર બેન્કો વચ્ચે સર્વસંમતિ થઈ શકી ન હતી. હવે ધીમે-ધીમે બેંકો વચ્ચે સહમતી થવા લાગી છે અને કામકાજના સમય એક સમાન થવા લાગ્યા છે.

એક સમાન સમય રાખવા માટે બેંકોને જુદા-જુદા ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા. સવારે 9થી3 સવારે 10થી4 તથા સવારે 11થી5 આ ત્રણમાંથી સવારે 11થી5ના સમય પર સહમતી થઈ હતી.


Loading...
Advertisement