હવે આપ ખરીદીની સાથે બિલ લેશો તો રૂા.10 લાખથી 1 કરોડ જીતવાની તક!

05 February 2020 10:56 AM
Government India
  • હવે આપ ખરીદીની સાથે બિલ લેશો તો રૂા.10 લાખથી 1 કરોડ જીતવાની તક!

જીએસટીની આવક વધારવા આવશે લોટરી યોજના

નવીદિલ્હી તા.5
ગ્રાહકો હવે કોઈ વસ્તુ ખરીદવાની સાથે બિલ માગશે તો તેને રૂા.10 લાખથી માંડીને રૂા.1 કરોડ સુધીનું ઈનામ લાગી શકે છે! જીએસટીની આવક વધારવા માટે અને ગ્રાહકોને બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ લોટરીના ઈનામની યોજના સરકાર લાવી રહી છે.

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર તેમજ સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી)ના સભ્ય જોન થેસેફે જણાવ્યું હતું કે, જીએપીટીના દરેક બિલ પર ગ્રાહકને લોટરી જીતવાનો મોકો મળશે. એનાથી ગ્રાહક કર ચૂકવવા માટે પ્રોત્સાહિત થશે જોસેફે ઉદ્યોગ મંડળ એસોચેમેન એક કાર્યક્રમમં સંબોધિત કરતા આ વિગત આપતા વધુમાં જણાવ્યું હતું કે, આનો ડ્રો થશે. લોટરીનું મૂલ્ય એટલું ઉંચુ છે કે, ગ્રાહક એ કહેશે કે 28 ટકાની બચત ન કરવા પર મારી પાસે 10 લાખથી 1 કરોડ રૂપિયા જીતવાનો મોકો મળશે. આ ગ્રાહકની આદતમાં ફેરફાર સાથે જોડાયેલો સવાલ છે. આ યોજના અંતર્ગત ખરીદીના બિલો પોર્ટલ પર અપલોડ થશે અને કોમ્પ્યુટરનું લોટરીનો ડ્રો થશે.


Loading...
Advertisement