જસદણ મામલતદાર કચેરીમાં પાંચ દિવસથી કનેકિટવીટી ખોરવાતા અરજદારો પરેશાન

05 February 2020 10:11 AM
Jasdan
  • જસદણ મામલતદાર કચેરીમાં પાંચ દિવસથી  કનેકિટવીટી ખોરવાતા અરજદારો પરેશાન

સરકારી કચેરીઓમાં મહત્વના કામો અટકી પડયા : રોષ

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.પ
જસદણ મામલતદાર કચેરીમાં છેલ્લા પાંચ દિવસથી કનેક્ટિવિટી નહીં હોવાથી પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
જસદણ તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરી, સબ રજીસ્ટાર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં ગત શુક્રવારથી જીસ્વાનની કનેક્ટિવિટી ખોરવાઇ જતા મોટાભાગની કામગીરી બંધ છે 7 -12 અને 8 અ , રેશનકાર્ડમાં સુધારો, રેશન કાર્ડ વિભાજન, સીટી સર્વેમાં રેવન્યુ એન્ટ્રી, સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ સહિતની મોટાભાગની કામગીરી બંધ થઈ ગઈ છે. જીસ્વાનની કનેકટીવીટી ખોરવાઇ હોવાને કારણે આ કામગીરી બંધ પડી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક લોકો વિવિધ સરકારી કામ માટે જસદણ મામલતદાર કચેરીએ આવે છે પરંતુ તેમને ધરમ ધક્કો થાય છે અને આવવા-જવાનો ખર્ચ પણ માથે પડે છે. સતત પાંચ દિવસથી જીસ્વાન બંધ હોવાથી અનેક લોકોના મહત્વના કામો અટકી પડ્યા છે. વહેલી તકે આ કામગીરી શરૂ થાય તેવી લોકોની માગણી છે.


Loading...
Advertisement