ગોંડલમાંથી તસ્કર ગેંગ ઝડપાઈ : 28 ચોરીની કબૂલાત

04 February 2020 02:57 PM
Gondal Crime
  • ગોંડલમાંથી તસ્કર ગેંગ ઝડપાઈ : 28 ચોરીની કબૂલાત
  • ગોંડલમાંથી તસ્કર ગેંગ ઝડપાઈ : 28 ચોરીની કબૂલાત
  • ગોંડલમાંથી તસ્કર ગેંગ ઝડપાઈ : 28 ચોરીની કબૂલાત

સોના-ચાંદીના દાગીના, સાત બાઈક, બે ટીવી, સહિત કુલ રૂા. 9.90 લાખનો મુદ્દામાલ કબ્જે : ગોંડલના વોરા કોટડા રોડ પરથી એલસીબીની ટીમે ત્રીપુટીને ઝડપી લીધી: રાજકોટ, ગોંડલ, ચોટીલા,અને જૂનાગઢમાં ઘરફોડ-વાહન ચોરીના બનાવોને અંજામ આપ્યો

રાજકોટ,તા. 4
રાજકોટ એલસીબીની ટીમે ગોંડલનાં વોરા કોટડા રોડ પરથી રાત્રિનાં તસ્કર ત્રિપુટીનેઝડપી લીધી હતી. પોલીસે આ ત્રિપુટીની પૂછપરછ કરતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 28 ચોરીની કબૂલાત આપી હતી. આ તસ્કર ત્રિપુટીએ તરખાટ મચાવી છેલ્લાં એક થી દોઢ વર્ષના સમયગાળામાં રાજકોટ, જૂનાગઢ, ગોંડલ અને ચોટીલા સહિતનાં સ્થળોએ ઘરફોડ તથાં વાહનચોરીનાં બનાવોને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓ પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના, મોબાઈલ, રોકડ, બે ટીવી તથા ચોરીના ઉપયોગમાં લેવાતા હથિયાર સહિત રૂા. 4.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી ગ્રામ્ય વિસ્તારમાં બની રહેલા ઘરફોડ ચોરીનાં બનાવોમાં આરોપીઓને શોધી કાઢવા એલસીબી પીઆઈ એમ.એન. રાણાની રાહબરીમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ અનિલ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલાને મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ તસ્કર ત્રિપુટીને ગોંડલનાં વોરા કોટડા રોડ પાસેના આવાસ યોજના ક્વાર્ટર ખાતેથી ઝડપી લીધી હતી.

આ ત્રિપુટીના નામ આનંદગીરી ઉર્ફે અન્નો ગુરુ હરિગીરી ગોસ્વામી (ઉ.50, રહે. વોરા કોટડા રોડ, આવાસ ક્વાર્ટર નં. 305), મુકેશ અરજણભાઈ ગુજરાતી (ઉ.38, રહે. નાગલપર, તા. જિ. રાજકોટ, મૂળ પેઢલા), અર્જુન જયંતીભાઈ સોલંકી (ઉ.25, રહે. આજી ડેમ પાછળ, ગૌશાળા પાસે, રાજકોટ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ તસ્કર ત્રિપુુટી પાસેથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂા. 2.21 લાખ, 10 મોબાઈલ, સાત બાઈક, જૂના ચલણી સિક્કાઓ,બે ટીવી ચોરી કરવા માટે ઉપયોગમાં લેતા હથિયાર, રોકડ સહિત કુલ રૂા. 4.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓની સઘન પૂછપરછ કરતાં તેમણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગોંડલ, ચોટીલામાં ઘરફોડી અને વાહનચોરીનાં બનાવોને અંજામ આપ્યા હોવાની કબૂલાત આપી હતી. આ આરોપીઓએ કુલ 28 જેટલા ગુનાની કબૂલાત આપી છે. જેમાં આશરે 3 માસ પૂર્વે ગોંડલમાં, પાંચ મહિના પૂર્વે ગોંડલના ભોજપરા વિસ્તારમાં, બેમાસ પૂર્વે ગોંડલના રૈયાણીનગર, 12 દિવસ પૂર્વે ગોંડલની રાધાકૃષ્ણ સોસાયટી, દોઢ મહિના પૂર્વે ગોંડલનાં ભોજપરા વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તેમજ રાજકોટનાં સંત કબીર રોડ પર બે વર્ષ પૂર્વે, ત્રણ મહિના પૂર્વે રાજકોટના હુડકો વિસ્તારમાંથી, એક વર્ષ પૂર્વે રાજકોટના આર્યનગર, અઢી મહિના પૂર્વે ચોટીલાનાં ચામુંડાનગરમાંથી, બે મહિના પૂર્વે ગોંડલનાં શાસ્ત્રીનગર પાસેથી, ચાર મહિના પૂર્વે રાજકોટના આજીડેમ વિસ્તારમાંથી તથા આશાપુરા મંદિર પાસેથી,અઢી માસ પૂર્વે જૂનાગઢનાં ભવનાથ જિલ્લા પંચાયત પાર્કિંગમાંથી, એક વર્ષ પૂર્વે રાજકોટમાં સરકારી હોસ્પિટલના પાર્કિંગમાંથી તથા અઢી માસ પૂર્વે રાજકોટમાંથી વાહન ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

પકડાયેલા આરોપીઓ પૈકી આનંદગીરી ગોસ્વામી અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ તેમજ હત્યાના ગુનામાં પોલીસ પર હુમલો કરવાના ગુનામાં તથા રાજકોટ-ગોંડલ, જૂનાગઢ, જામનગર સહિતના વિસ્તારોમાં ઘરફોડીના ગુનામાં,મુકેશ સુરેન્દ્રનગરમાં હત્યા ને મર્ડર સહિત કુલ 8 જેટલા ગુનામાં અને અર્જુન પણ 12 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું માલુમ પડ્યું છે.


Loading...
Advertisement