હવે માર્ગ અકસ્માતમાં ઘાયલોને દેશની ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર મળશે

04 February 2020 11:14 AM
Government Gujarat India
  • હવે માર્ગ અકસ્માતમાં ઘાયલોને દેશની ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર મળશે

ગુજરાત સરકારના પગલે કેન્દ્ર સરકાર: જુલાઈમાં યોજના લાગુ પડી શકે છે: ગુજરાત સરકાર ઘાયલોને સારવાર માટે રૂા.50 હજારનું વળતર આપે છે

નવી દિલ્હી તા.4
માર્ગ અકસ્માતમાં ઘવાયેલા જરૂરતમંદો માટે રાહતના સમાચાર છે. માર્ગ અકસ્માતમાં ઘાયલ જે વ્યક્તિ સારવાર કરાવવા માટે સક્ષમ ન હોય તેમના માટે દેશની તમામ ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર થઈ શકે તેવી યોજના કેન્દ્ર સરકાર જુલાઈ માસથી લાગુ કરી શકે છે.

આ અંગેની વિગત મુજબ માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની દેશની તમામ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર થઈ શકે છે. અકસ્માત પછી સારવારમાં વિલંબને કારણે થતા મોતની સંખ્યા ઘટાડવા માટે સરકાર ગોલ્ડન અવર યોજના લાવી રહી છે. જેમાં તમામ હોસ્પિટલોને સામેલ કરાશે. ઘાયલ વ્યક્તિની હોસ્પિટલમાં કેશલેશ સારવાર થશે અને ખર્ચની કોઈ મર્યાદા નહીં હોય. માર્ગ પરિવહન મંત્રાલય ટુંક સમયમાં જ તેનું મોડેલ ફાઈનલ કરશે.પહેલા બીપીએલ કાર્ડધારકોને પીએમ જનઆરોગ્ય યોજના સાથે લિંગ કરાશે.

ઉપરાંત થર્ડ પાર્ટી ઈુસ્યોરન્સથી પણ સારવાર કરાશે અને વળતર વીમો અપાશે. વીમો નહીં હોય તો જાતે સારવાર કરાવવી પડશે. જો ભોગ બનનાર વ્યક્તિ સારવાર કરાવવા સક્ષમ નહીં હોય તો સરકાર રોડ એકસીડન્ટ ફન્ડની સારવાર અને વળતરની વ્યવસ્થા કરશે. આ ફંડ સરકાર સીએસઆર વગેરેથી ઉભુ કરશે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ આવી યોજના ગુજરાત સરકારે ઘણા સમયથી અમલમાં મુકી છે. જે મુજબ રોડ અકસ્માતમાં ઘાયલ થયેલાઓને સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા 50 હજાર રૂપિયાની મર્યાદામાં વળતર આપવામાં આવે છે.


Loading...
Advertisement