કોરાના વાયરસના ખૌફથી ચીનના ટ્રાવેલ ઉદ્યોગને ફટકો: ટુરીસ્ટ સીટી મકાઉ ભેંકાર

03 February 2020 04:30 PM
India Travel World
  • કોરાના વાયરસના ખૌફથી ચીનના ટ્રાવેલ ઉદ્યોગને ફટકો: ટુરીસ્ટ સીટી મકાઉ ભેંકાર
  • કોરાના વાયરસના ખૌફથી ચીનના ટ્રાવેલ ઉદ્યોગને ફટકો: ટુરીસ્ટ સીટી મકાઉ ભેંકાર

મકાઉ તા.3
ચીનમાં કોરોના વાઈરસે ફેલાયેલા આતંકથી ચીનના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. ટુરીસ્ટોથી ધમધમતા ચીનના પ્રદેશો મકાઉ, હોંગકોંગ, દુબઈ, વુહાન વગેરે જાણે ભેંકાર બની ગયા છે. ટુરીસ્ટોથી ઉભરાતા મકાઉ, હોંગકોંગ જાણે ભુતનગરી બની ગયા હોય તેવા લાગે છે.

ચીનના વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે ચીનમાં સેંકડો લોકોનો ભોગ લીધો છે અને અનેક લોકો વાયરસગ્રત બન્યાને કારણે ચીનના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડયો છે, અહીં ટુરીસ્ટો પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે તો અન્ય ટ્રાવેલ બુકીંગ ધડાધડ બંધ થઈ રહ્યા છે.

ચીનનું મકાઉ કેસીનોનું મકકા ગણાય છે. અહીં વિશ્વભરના ટુરીસ્ટો જુગાર રમવા આવે છે. કેસીનોથી ધમધમતા મકાઉમાં કોરોના વાયરસના ખૌફના કારણે એકલ દોકલ ટુરીસ્ટ પણ નથી જોવા મળતો. મકાઉમાં હાલ સ્થાનિકો માસ્કમાં જોવા મળી રહ્યા છે. અહીં હોટેલો, કેસીનો ભેંકાર છે. વેઈટર્સ, સિકયુરીટી ગાર્ડઝ જ માસ્ક પહેલા જોવા મળે છે. કોઈ સમસ્યે જુગારીઓથી ધમધમતા કેસીનોના ટેબલો હાલ તો ખાલીખમ છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મકાઉમાં 40 મિલિયન મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. આજે મકાઉ સહિત ચીનના મુખ્ય શહેરો ખાલીખમ ભાસે છે. કોઈ સમયે ટુરીસ્ટોથી ધમધમતા આ મકાઉ, હોંગકોંગ સહિતના શહેરોમાં એમ્બ્યુલન્સો દોડી રહી છે તો વાયરસપ્રુફ ડ્રેસથી સજજ કાર્યકરો દવાનો સામાન લઈને ફરી રહ્યા છે.

મકાઉ સરકારના જણાવ્યા મુજબ ગત વર્ષની તુલનામાં આ વર્ષે જાન્યુઆરીમાં ટુરીઝમનો આંકડો 87 ટકા ઘટી ગયો છે. ગત 2019ના ચંદ્ર વર્ષ મુજબ હોટેલો 100 ટકા ભરાયેલી રહેતી હતી તે નવા વર્ષે અડધો અડધ ખાલી છે.કોરોના વાયરસના આતંકના પગલે મકાઉની ઈકોનોમીના હાર્ટને મોટી અસર થઈ છે.ગત જાન્યુઆરીએ હુબેઈ પ્રાંતમાં આવેલા વુહાનમાં કોરોના વાઈરસના પગલે પોલીસે હોટલે હોટલે ફરીને પ્રવાસીઓને બે સપ્તાહમાં પોતાના ઘેર ચાલી જવા અથવા કોઈના સંસર્ગભાં ન આવવા આદેશ આપ્યો હતો.

મકાઉના અર્થશાસ્ત્રી આલ્બેનો માર્ટીને જણાવ્યું હતું કે, જો આ પરિસ્થિતિ વધુ બે-ચાર મહિના રહી તો પરિસ્થિતિ વધુ બગડશે.મકાઉમાં કોરોના વાઈરસના પગલે હાલ તો ટુરીસ્ટના પગલે હોસ્પિટલો-સરકારી હોસ્પિટલોમાં અવારજવર વધી ગયેલી જોવા મળે છે. લોકો હોસ્પિટલનો સાફ પ્રોટેકટીવ માસ્કમાં જોવા મળે છે.માત્ર મકાઉ જ નહીં, પરંતુ બાજુમાં હોંગકોંગમાં કોરોના વાયરસની પ્રવાસન ઉદ્યોગ પર અસર પડી છે. હોંગકોંગે કોરોના વાયરસના પગલે 80 ટકા બોર્ડર બંધ કરી દીધી છે અને દરેક નવા પ્રવાસીઓનું સઘન ચેકીંગ કરવામાં આવે છે. ન્યુ મકાઉ ગેમીંગ સ્યાફ ટાઈટસની પ્રેસીડેન્ટ ચાઓએ જણાવ્યું હતું કે સ્ટાફને બચાવવા માટે હવે અમારે કેસીનો બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.


Loading...
Advertisement