ગોંડલમાં વિવિધ સર્કલ પર બે વર્ષથી બંધ પડેલા સીસીટીવી કેમેરા કાર્યરત કરાયા

03 February 2020 02:26 PM
Gondal
  • ગોંડલમાં વિવિધ સર્કલ પર બે વર્ષથી બંધ પડેલા સીસીટીવી કેમેરા કાર્યરત કરાયા

એસપી દ્વારા મોનીટરીંગ કરાયું

ગોંડલ તા.3
ગોંડલ શહેરમાં પોલીસ ની સર્વેલન્સ કામગીરી અનુલક્ષી ને વિવિઘ સકઁલ પર સીસી.ટીવી કેમેરા લગાવાયાં હતાં.જે છેલ્લા બે વષઁ થી બંધ હાલતમાં હોય જીલ્લા પોલીસ વડાં એ કાયઁરત કરતાં પોલીસ ની " તિસરી આંખ" દેખતી થવાં પામી હતી. ક્રાઇમ ક્ષેત્રે અગ્રેસર ગણાતાં ગોંડલ માં ક્રાઇમ ની ઘટનાં માં પોલીસ ને મદદ મલી રહે તે માટે સરકારી હોસ્પિટલ ચોક,મોવિયા ચોકડી,પાંજરાપોળ ચોક,જેલચોક,માંડવીચોક સહીત વિવિધ સકઁલ પર સીસી.ટીવી કેમેરા લગાવાયાં હતાં.માર્કેટ યાડઁ,નગરપાલિકા સહીત ની સંસ્થાઓ અને દાતાઓ નાં સહયોગથી લગાવાયેલ કેમેરા બે વષઁ થી ઠપ્પ થઈ જવાં પામ્યાં હતાં સુત્રો નાં જણાંવ્યા અનુસાર કેમેરા ફીટ થયાં બાદ અલ્પ સમયમાં બંધ થવાં પામ્યાં હતા.દરમ્યાન જીલ્લા પોલીસ વડા બલરામ મીણા પાસે આ અંગે વારંવાર ની રજુઆતો આવતાં તેમણે ત્વરિત આયોજન હાથ ધરી ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા ની ગ્રાન્ટ સહીત નાં સહયોગથી રિપેરીંગ તથાં કેબલીંગ નું કામ શરું કરાવતાં ફરી કેમેરા કાયઁરત બનતાં ગોંડલ આવેલાં બલરામ મીણા એ આજે મોનીટરીંગ કર્યુ હતું.બીજા તબક્કામાં બસસ્ટેન્ડ,ગુંદાળા દરવાજા ચોક સહીત નાં સકઁલ પરનાં કેમેરા ને કાયઁરત કરવાનાં હોય ઉદારતા પુવઁક સહયોગ આપવાં શહેરીજનો ને જીલ્લા પોલીસ વડા એ અપીલ કરી છે.


Loading...
Advertisement