ગોંડલ : અજાણ્યા મેસેજે યુવતીની જાન બચાવી

03 February 2020 02:19 PM
Gondal
  • ગોંડલ : અજાણ્યા મેસેજે યુવતીની જાન બચાવી

પાલિકાના શાસકપક્ષના નેતાનું સરાહનીય કાર્ય

ગોંડલ તા.3
’સન્ડે સ્લમ ડે’ મિશન દ્વારા સમાજ નાં છેવાડાં સુધી માનવિય સંવેદના સાથેની સેવાં પંહોચતી કરી શોશ્યલ મિડીયા માં પોઝીટીવ એક્ટીવીટી કરી રહેલાં ગોંડલ નગરપાલિકા નાં શાસક પક્ષ નાં નેતા રાજેન્દ્રસિંહ જાડેજા નાં મોબાઈલ પર આવેલો અજાણ્યો મેસેજ કોઇ ની તુટતી જિંદગી ને ફરી જીવંત કરનારો બની રહયાં ની ઘટનાં સામે આવી છે.

બન્યું એવું કે રાજેન્દ્રસિંહ જાડેજા નાં મોબાઈલ પર અમદાવાદ ની યુવતી નો મેસેજ આવ્યો કે પોતે પ્રેમ લગ્ન કર્યા હોય તેણીનાં માતા પિતા નારાજ હોય આ વેદનાં સહેવાતી નાં હોય પોતે આત્મહત્યા કરી રહીં છે. રાજેન્દ્રસિંહ જાડેજા એ પહેલાં તો અજાણ્યા મેસેજ ને ગંભીરતા નાં આપી.

પરંતું કંઈક અજુગતું બની રહયાં નાં અનુમાન સાથે તેમણે મેસેજ કરનાર યુવતિ સાથે વાત કરતાં આ યુવતિ પાટીદાર પરિણીતા હોવાનું અને તેનો પતિ અમદાવાદમાં જોબ કરતો હોવાનું જાણવા મળ્યું વધુંમાં પરણીતા ને એક સંતાન હોવાનું તથાં દશ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. પરણીતા એ મોબાઈલ પર રડતાં રડતાં જણાવ્યું કે પ્રેમ લગ્ન નાં દશ વર્ષ નાં સમય ગાળા બાદ પણ માતા પિતા ની નારાજગી અને અબોલા યથાવત રહેવાં પામ્યાં હોય માબાપ ની લાગણી અને પરિવાર ની યાદ સતત સતાવતી હોય વિહવળ બની પોતે આત્મહત્યા કરવાં જઇ રહયાં નું જણાવ્યું હતું.યુવતી ની રડતી કહાની સાંભળી સતકઁ બનેલાં રાજેન્દ્રસિંહ જાડેજા એ યુવતી ને સાંત્વના સાથે તેનું કાઉન્સેલિંગ કરી તુરંત અભયમ 181ને જાણ કરતાં 181 ની ટીમ તુરંત દોડી જઇ તેણી ને હિંમત આપી સમજાવતાં યુવતિ નો બચાવ થવાં પામ્યો હતો.

રાજેન્દ્રસિંહે જણાવ્યું કે ભુલ થી યુવતી નો મેસેજ મારાં મોબાઈલ પર આવ્યો હતો.તેણી સાથેની વાતચીતમાં શરતચૂકથી મેસેજ થયાં નું યુવતી એ જણાવ્યું હતું પરંતું તેની વાતમાં ગંભીરતા જણાતાં જરુરી કાઉન્સીલ કરી અભયમ 181 ને જાણ કરી હતી.આમ એક આગેવાન ની સોશ્યલ એક્ટીવીટી કોઇ ની તુટતી જિંદગી ને નવ જિવન બક્ષનાર બની રહી હતી.


Loading...
Advertisement