ગત માસમાં ચીનથી ગુજરાત આવેલા 1027 વ્યકિતઓને શોધી ચેકઅપ કરાશે : આરોગ્ય સચિવ

01 February 2020 07:12 PM
Rajkot Government Gujarat
  • ગત માસમાં ચીનથી ગુજરાત આવેલા 1027 વ્યકિતઓને શોધી ચેકઅપ કરાશે : આરોગ્ય સચિવ

આવી વ્યકિતઓને ઓબ્ઝર્વેશનમાં રખાશે : રાજયના આરોગ્ય ખાતા પાસે તમામ સાધનો-દવાઓ-માસ્ક-કીટ પર્યાપ્તનો દાવો : ભય નહી રાખવા સલાહ

ગાંધીનગર તા.1
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાઇરસની પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઇન્ટરનેશનલ ક્ધર્સન જાહેર કરવામાં આવ્યું હોવાનો અગ્ર સચિવ આરોગ્યના ડો. જયંતી.એસ.રવિ એ સ્વીકાર કર્યો છે. ધવલ કોરોના હાઇટસ અને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જયંતિ રવિએ જણાવ્યું હતું કે દેશના કુલ 1771 પ્રવાસીઓ ના સેમ્પલ લેવામાં આવ્યા છે. અને હાલ આ તમામ આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ છે. જોક માત્ર કેરળનો 1 કેસ પોઝીટીવ આવ્યો હોવાનું ડો. જયંતિ રવિ એ જણાવ્યું હતું.
બીજી તરફ ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે માહિતગાર કરતા હોય એ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 64 મુસાફરો ચાઇનાથી પરત ગુજરાતમાં આવ્યા છે જેમાં સૌથી વધુ મહેસાણાના 24 મુસાફરો પરત ફર્યા છે જ્યારે રાજકોટ કોર્પોરેશનના 3, જામનગર કોર્પોરેશનના 2, જામનગર જિલ્લાના, 2 ભાવનગરના 1 ,જુનાગઢ જીલ્લા અને જુનાગઢ કોર્પોરેશનના 1- 1 મુસાફર ગુજરાતમાં પરત ફર્યા છે.
આ ઉપરાંત પંચમહાલના 7 ,સુરત કોર્પોરેશન હેઠળના 7 ,અમદાવાદ કોર્પોરેશનના 4 ,વડોદરા કોર્પોરેશનના 4 ,આણંદ ના 3, અને ગાંધીનગર કોર્પોરેશનની વિસ્તારના 1,મુસાફર નો સમાવેશ થાય છે .
આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે આ તમામ 64 મુસાફરો હાલ તેમના નિવાસસ્થાને આરોગ્ય વિભાગની નજર વચ્ચે દેખરેખ હેઠળ છે.અને તમામ નું સ્વાસ્થ્ય સારું છે . એટલું જ નહીં આ પૈકી એક પણ વ્યક્તિમાં કોરોના વાઈરસના કોઈ પણ લક્ષણો અને ચિન્હો હાલ જણાયા નહીં હોવાનો એકરાર કર્યો હતો.
આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા 1027 લોકોની યાદી ગુજરાતના આરોગ્ય વિભાગને મળી છે .આ એવા લોકો છે કે જે ડિસેમ્બર મહિનાથી ચાઇના અને આસપાસના પ્રાંતમાંથી ગુજરાતમાં પ્રવેશ્યા છે .તેની યાદી મુજબ તેવા લોકોનું પણ ચેકઅપ કરવામાં આવશે અને ઓબાજર્વેશન હેઠળ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે આજે સવારે 8:30 કલાકે ચીનથી પરત ફરેલા 324 જેટલા મુસાફરોને દિલ્હીની આર્મી મેડિકલ હોસ્પિટલ મા સ્પેલિંગ સહિત અલ્યા ટેસ્ટિંગ ચાલી રહ્યા છે અને તેનો રિપોર્ટ પણ ગુજરાત સરકારને સોંપવામાં આવશે તેમ જણાવ્યું હતું. જોકે કોરોના વાયરસ મામલે આરોગ્ય વિભાગ કેટલું સક્ષમ છે? તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે આ વાયરસના કારણે ગુજરાતમાં હાલ કોઈ ચિંતાનો વિષય નથી જ્યારે આરોગ્ય વિભાગ પાસે પૂરતા પ્રમાણમાં દવા ,માસ્ક અને તેની કીટ પર્યાપ્ત છે. અને સંપૂર્ણ તાલીમ સાથે આરોગ્ય વિભાગનું તંત્ર સતર્ક બનીને સજજ હોવાનો દાવો કર્યો હતો.


Loading...
Advertisement