ગુજરાત મોડેલ-દેશમાં દરેક જીલ્લામાં પીપીપી ધોરણે મેડીકલ કોલેજ સ્થપાશે

01 February 2020 02:37 PM
Education Gujarat India
  • ગુજરાત મોડેલ-દેશમાં દરેક જીલ્લામાં પીપીપી ધોરણે મેડીકલ કોલેજ સ્થપાશે

તબીબોની તંગી નિવારવા ઉપરાંત જીલ્લા કક્ષાએ બહેતર તબીબી સેવા અપાશે

નવી દિલ્હી: દેશમાં સરકારી આરોગ્ય સવલતો હોસ્પીટલથી લઈને પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની કમી તથા તબીબી શિક્ષણ માટેની બેઠકોની પણ અછતને ખ્યાલમાં રાખી હવે ગુજરાત મોડેલનું પીપીપી-પબ્લીક-પ્રાઈવેટ-પાર્ટનરશીપથી મેડીકલ કોલેજો દરેક જીલ્લામાં સ્થાપવાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારામને કરી હતી.

ગુજરાતમાં રાજય સરકારે જીલ્લાની સીવિલ હોસ્પીટલની સાથે 50-100 બેઠકોની મેડીકલ કોલેજ ખાનગી ક્ષેત્રના સહયોગથી શરુ કરવાનો પ્રારંભ કર્યો છે અને અમરેલીમાં આ માટે પ્રક્રિયા શરુ થઈ છે. હવે આ મોડેલ રાષ્ટ્રીય કક્ષાએ બનશે.

દેશમાં મેડીકલ કોલેજો છેક જીલ્લા સ્તર સુધી લઈ જવા સરકાર સરકારી હોસ્પીટલને જોડતી મેડીકલ કોલેજ માટે ખાનગી ક્ષેત્રને જમીન આપશે અને તેનાથી જીલ્લા હોસ્પીટલમાં પણ તબીબી સેવામાં સુધારો થશે અને નવા તબીબો માટે હોસ્પીટલ વિ.ની આવશ્યકતા પણ મળી રહેશે.


Loading...
Advertisement