રાજકોટ: યુનિવર્સિટી ઓડિયો કલીપ પ્રકરણ માં એકાએક શું રંધાય ગયું? ઘેરો રહસ્ય

31 January 2020 05:39 PM
Rajkot Crime Education Government Gujarat Saurashtra
  • રાજકોટ: યુનિવર્સિટી ઓડિયો કલીપ પ્રકરણ માં એકાએક શું રંધાય ગયું? ઘેરો રહસ્ય

અશ્લ્લીલ સંવાદવાળી ઓડીયો કલીપ પોતાની ન હોવાનું પ્રોફેસર હરેશ ઝાલા અને યુવતીનું યુનિ.ના રજીસ્ટ્રાર સમક્ષ નિવેદન :હેરેસમેન્ટ સેલમાં પ્રકરણ મૂકાયું છે, તપાસ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી : કુલપતિ :ઝાલાના સસ્પેન્શન બાદ યુ-ટર્નથી ઉઠેલા અનેક પ્રશ્નો

રાજકોટ તા.31
પીએચડી પ્રવેશના મુદ્દે બહુચર્ચીત ઓડીયો કલીપ પ્રકરણમાં એકાએક યુ-ટર્ન આવતા રહસ્ય ઘેરૂ બનેલ છે. તેની સાથે જ આ પ્રકરણ યુનિ. કેમ્પસમાં ભારે ચર્ચાના ચકડોળે ચડેલ છે.
વિદ્યાર્થી પાસે બિભત્સ માંગણીના સંવાદવાળી આ ઓડીયો કલીપ પ્રકરણમાં યુનિ. સમાજ શાસ્ત્ર ભવનના વડા અને પ્રોફેસર હરેશ ઝાલાને તાકીદની અસરથી યુનિ.ના સત્તાધીશો દ્વારા સસ્પેન્ડ કરી નાંખવામાં આવેલ છે.
જેના થોડા સમયમાં જ સમાજ શાસ્ત્ર ભવનના વડા અને પ્રોફેસર હરેશ ઝાલા અને યુવતીએ આ ઓડીયો કલીપ તેઓની ન હોવાનું યુનિ.ના રજીસ્ટ્રાર સમક્ષ લેખીત નિવેદન આપતા આ પ્રકરણે યુ-ટર્ન લીધો છે.
જેમાં યુવતીએ પ્રોફેસર હરેશ ઝાલાને પિતાતુલ્ય હોવાનું જણાવેલ છે. આ નિવેદન પછી આ પ્રકરણમાં રહસ્ય ઘેરૂ બનેલ છે. તેમજ હરેશ ઝાલાએ પોતાને ફરી ફરજ પર લેવા માંગણી કરી છે.
દરમિયાન આ અંગે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.નીતિનભાઇ પેથાણીનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં ઓડીયો કલીપ પોતાની ન હોવાનું પ્રોફેસર ઝાલા અને યુવતીએ નિવેદન આપેલ છે. જે હેરેસમેન્ટ સેલમાં મૂકાયું છે. હવે હેરેસમેન્ટ સેલના તપાસ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.


Loading...
Advertisement