કચ્છ માટે રાજય સરકાર બજેટમાં અલગ જોગવાઇ કરે : અબડાસાના ધારાસભ્યનો પોકાર

31 January 2020 05:31 PM
kutch Budget 2020 Government Gujarat Saurashtra
  • કચ્છ માટે રાજય સરકાર બજેટમાં અલગ જોગવાઇ કરે : અબડાસાના ધારાસભ્યનો પોકાર

રાજયપાલ સમક્ષ પોતાના મત વિસ્તારની હાલતનો ચિતાર રજૂ કર્યો : વેદના કરી વ્યકત

ગાંધીનગર તા.31
રાજ્યના કચ્છ સહિત અબડાસાનો વિસ્તાર વિકાસથી અળગો રાખવામાં આવે છે. ત્યારે પછાત રાખવામાં આવતા અબડાસા વિસ્તાર પર સરકાર પૂરતું ધ્યાન આપે એટલું જ નહીં અબડાસાને સરકાર પયરતો ન્યાય આપે તેવી માંગણી સાથે અબડાસા કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્ન સિંહ જાડેજા આજે ગવર્નર સમક્ષ ફરિયાદ કરવા દોડી ગયા હતા.

આ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે સરકાર કચ્છના છેવાડા સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યા નો દાવો કરે છે. પરંતુ આજે પણ મારો અબડાસા મતવિસ્તાર પાણીથી વંચિત રહ્યો છે.એટલું જ નહીં ખેતી માટે પૂરતું પાણી આજે પણ મળતું નહીં હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો .

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અબડાસા ની આસપાસના 80 ટકા વિસ્તારોમાં પાણીના તળ નીચા ગયા છે .પરિણામે ખેતી લાયક પાણી તો ઠીક પીવાનું પણ પાણી મળતું નથી .અને આ વિસ્તારમાં વારંવાર થતું સ્થળાંતર અટકે એ પણ જરૂરી છે.
એટલું જ નહીં રાજ્ય સરકારની અબડાસા વિસ્તારમાંથી ખનીજની મોટી આવક થઈ રહી છે. ત્યારે સ્થાનિક રોજગારી મળે તે માટે પણ ગવર્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનો સ્વીકાર કર્યો હતો.

ઉપરાંત તેમણે સરકાર સમક્ષ ચિમકી ઉચ્ચારી હતી કે રાજ્ય સરકાર ઓવરફ્લો થતું નર્મદાનું પાણી અબડાસાના વિસ્તારમાં આપવાનો કોઈ નિર્ણય નહીં કરે અને સ્થળાંતર અટકાવવા માટે યોગ્ય પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં ગાંધી આશ્રમ ખાતે અચોક્કસ મુદતના ઉપવાસ કરવામાં આવશે.


Loading...
Advertisement