બજેટમાં આર્થિક મંદી દુર કરતા પગલાની ઉદ્યોગકારોમાં અપેક્ષા

31 January 2020 04:58 PM
Rajkot Budget 2020 Business Government Gujarat India
  • બજેટમાં આર્થિક મંદી દુર કરતા પગલાની ઉદ્યોગકારોમાં અપેક્ષા

દેશની કરોડરજજુ સમા નાના ઉદ્યોગ પર જીએસટી ટેકસનું ભારણ ઘટે તો ફાયદો: રમેશભાઈ ટિલાળા: બજારમાં મંદી હટે બજારમાં માલની ડિમાન્ડ વધે તેવી બજેટમાં જોગવાઈ થાય તેવી અપેક્ષા: સમીરભાઈ:બજેટમાં ઓટો પાર્ટસમાં જીએસટી ટેકસ ઘટે તો ફાયદો; હાલ શેર બજાર માર્કેટ સારૂ: સુનીલભાઈ શાહ

રાજકોટ તા.31
સંસદ બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આવતીકાલે રજૂ થનારા 2020-21ના બજેટ પૂર્વે દેશની આર્થિક પરિસ્થિતિનો ચિતાર આપતો આર્થિક સર્વે રજુ કરવામાં આવ્યો હતો. બજેટ રજુ થાય તે પહેલા ઉદ્યોગ જગત સહિતના ઉદ્યોગકારો, નાના વેપારીઓએ મંદી હટે સાથે જીએસટી ટેક્ષમાં રાહત મળે તેવી અપેક્ષા સેવી રહ્યા છે. રાજકોટની વિવિધ વેપારી સંસ્થાના સંગઠન ચેમ્બર ઓફ કોમર્સ, ટ્રાન્સપોર્ટ, જીનીંગ, શેર બજાર સાથે સંકળાયેલા બ્રોકરો સૌ કોઈ મંદીનો માહોલ દૂર થાય ટેક્ષનું ભારણ ઘટે તે દિશામાં કેન્દ્ર સરકાર પગલા લે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

બજેટ પૂર્વે અભિપ્રાય સહ અપેક્ષા સેવતા શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝના રમેશભાઈ ટિલાળાએ જણાવ્યું હતું કે દેશભરમાં નાના ઉદ્યોગો કરોડરજજુ સમાન છે. ત્યારે સરકાર જીએસટીમાં રાહત આપે તો નાના ઉદ્યોગકારોને ફાયદો થશે. સરકાર ટેકસ ઘટાડે તેવી અપેક્ષા છે.

સોમાના પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે હાલ દેશમાં મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. બજારમાં માલની ડિમાન્ડ વધે તેવા સરકારે પગલા લેવા જોઈએ. એન્જી. એસો.ના પરેશભાઈ વાસાણીએ જણાવ્યું હતું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઓટો પાર્ટસ પર ટેકસનું ભારણ સરકારે ઘટાડવા પગલા લેવા જોઈએ. ટેકસ હળવો થાય અને મંદીનો માહોલ દૂર થાય તેવી બજેટમાં જોગવાઈઓ થાય તેવી આશા રાખે છે.

શેર બ્રોકર સુનીલભાઈ શાહે બજેટ પૂર્વેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બજેટમાં બહુ જાજી છુટછાટ મળે તેવું લાગતું નથી. કેપીટલ માર્કેટમાં લોંગ ટર્મ કેપીટલ 1 વર્ષનો ટેકસ પર અને ડિવીડન્ડ ટેકસ નાબુદ થાય તો બજાર પર રાહત મળે હાલ માર્કેટની સ્થિતિ ચારી છે.


Loading...
Advertisement