બજેટમાં રેલવે ભાડામાં આડકતરો વધારો કરાશે તેવા સંકેત

31 January 2020 03:55 PM
Ahmedabad Budget 2020 Business Government Gujarat Saurashtra
  • બજેટમાં રેલવે ભાડામાં આડકતરો વધારો કરાશે તેવા સંકેત

આવતીકાલે રજૂ થનારા કેન્દ્રીય બજેટની સાથે રેલવે બજેટ સમાવી લેવાયું છે અને તેમાં મળતાં સંકેતો મુજબ અનેક મેલ અને એકસપ્રેસ ટ્રેન છે તેને સુપર ફાસ્ટ ટ્રેનમાં બદલવાની જાહેરાત થશે જેના કારણે રેલ ભાડુ આપો આપ વધી જશે તો બીજી તરફ રીઝર્વેશન ચાર્જ અને સર્વિસ ચાર્જમાં વધારો થશે. લોકલ ટ્રેન કે જે મહાનગરોમાં ફરે છે તેના ભાડામાં પ્રતિ કિલોમીટર 3 થી પ પૈસાનો વધારો થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર જો કે આ માટે કોઇ જાહેરાત કરશે નહી પરંતુ ફલેકસીબલ ફેર્સ સ્કીમ લાગુ કરી દેશે જે આ ટ્રેનોના ભાડા વધારી દેશે.


Loading...
Advertisement