ચીનમાં ફસાયેલા 200થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ અને વેપારીઓને લાવવા રાજય સરકારે બે ચાર્ટર્ડ પ્લેન તૈયાર રાખ્યા

31 January 2020 03:51 PM
Government Gujarat India Saurashtra Travel World
  • ચીનમાં ફસાયેલા 200થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ અને વેપારીઓને લાવવા રાજય સરકારે બે ચાર્ટર્ડ પ્લેન તૈયાર રાખ્યા

ચીનમાં કોરોના વાયરસના કારણે હાલ જે અફડાતફડીની સ્થિતિ છે તેમાં દેશ-વિદેશના લોકોની સાથે ચીનમાં અભ્યાસ કરતા તથા વ્યાપાર ધંધા માટે ગયેલા 200 જેટલા ગુજરાતીઓ ફસાઇ ગયા છે અને તેમને પરત લાવવા માટે રાજય સરકારે બે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી છે અને વિદેશ મંત્રાલય મારફત લીલી ઝંડી મળતાં જ બંને વિમાનો ચીન પહોંચશે અને તમામ ગુજરાતીઓને સીધા અમદાવાદ પરત લાવશે જયાં તેમના સ્કેનીંગ સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે અને સબ સલામત થયે પછી તેઓને તેમના ઘરે જવા દેવાશે.


Loading...
Advertisement