રાજકોટ: નવા એરપોર્ટમાં ડિંડવાણું; હિરાસરના લોકોનો રસ્તો બંધ: હવે ઓવરબ્રીજ બનાવવો પડશે!

31 January 2020 03:46 PM
Rajkot Government Gujarat Saurashtra
  • રાજકોટ: નવા એરપોર્ટમાં ડિંડવાણું; હિરાસરના લોકોનો રસ્તો બંધ: હવે ઓવરબ્રીજ બનાવવો પડશે!

વડાપ્રધાને ખાતમુર્હુત કરી મોટા ઉપાડે શરૂ કરેલા કામમાં છેલ્લા ચારેક વર્ષથી ગાજતા ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગિરીમાં હવે ભોપાળુ ખુલ્યું; હિરાસરનાં ગામના લોકોની અવરજવર જ બંધ થઈ! હાઈ-વે ઓથોરીટી માટે જમીન અનામત રખાઈ; 28 કરોડના ખર્ચે પણ ગામનો સાંકળતો ઓવરબ્રીજ બનાવવા કલેકટરની દરખાસ્ત; પવનચકકી વિલન

રાજકોટ તા.31
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે અત્યંત મહત્વના કહી શકાય તેવા રાજકોટના હીરાસર નજીકના નવા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક નવુ ડીંડવાણુ સામે આવ્યુ છે. મોટા ઉપાડે નવા એરપોર્ટનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરી નાંખવામાં આવ્યાને ચાર વર્ષ પછી એક એવી ચોંકાવનારી વિગત બહાર આવી છેકે એરપોર્ટ માટે ફાળવવામાં આવેલી 2500 એકર સરકારી તેમજ ખાનગી જમીનમાં હીરાસર સહિત બે કામના લોકોને ગામમાં આવવા-જવા માટેનો રસ્તો એરપોર્ટની જમીનમાં જ આવી જતો હોય આ ત્રણ ગામના લોકોને ગામમાં જવું કેમ તે બહાર આવ્યુ છે. આ ત્રણ ગામના લોકો માટે 28 કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવવો પડે તેવી નવી મુસીબત સામે આવી છે.

રાજકોટના અમદાવાદ હાઈવે પર સૌરાષ્ટ્રના વેપારી, ઉદ્યોગપતિઓ, સહેલાણીઓને વિદેશમાં જવા માટે સીધી ફલાઈટ મળી રહે તે માટે રાજકોટ નજીક હિરાસર ખાતે નવા ઈન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત કરવામાં આવી હતી. ચાર વર્ષ પુર્વે જાહેરાત થયા બાદ વડાપ્રધાન મુદેએ ખાતમુર્હુત પણ કર્યુ હતું. ચાર વર્ષથી જમીન સંપાદન, વિજલાઈન ફેરવવી, ચેકડેમ, કુવા, ધોરીયા, હટાવા, જમીન સમથળ સહિતના અનેક પ્રશ્ર્નો વહીવટીતંત્રએ પોતાની રીતે ઉકેલ્યા છે. તાજેતરમાં સંપાદનનું કામ પૂર્ણ થયુ છે. બે દિવસ પુર્વે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તમામ ખાતાના અધિકારીઓની એક બેઠક યોજી હતી જેમાં રિવ્યુ કરવામાં આવતા એવી સ્થિતિ સામે આવી કે હિરાસર સહિતના બે ગામનાં લોકોને પોતાના ગામમાં જવા માટેનો રસ્તો જ એરપોર્ટની જમીનમાં આવી ગયો છે. હવે આ ગામના લોકોને પોતાના ગામમાં કઈ રીતે જવુ તે સમસ્યા સામે આવતા હવે 28 કરોડના ખર્ચે રામપરા, બેટી, બામણબોર અને હીરાસરને જોડતો ઓવરબ્રીજ બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે અને તે માટે હાઈવે ઓથોરીટી 1.8 હેકટર જમીન અનામત ધોરણે રાખીને ફાળવવાનું નકકી કરવામાં આવ્યું છે. 18.5 કરોડનો પુલ અને રસ્તાના કામ માટે 2.95 કરોડ અલગથી બજેટ બનાવીને ફાળવવામાં આવનાર છે.

હિરાસર એરપોર્ટ ખાતે 2500 એકર જમીન જે નકકી કરવામાં આવી છે તેમાં છ જેટલી ખાનગી માલિકોની પવનચકકીઓ પણ હાલમાં કાર્યરત છે. આ પવન ચકકીઓને હવે સુરેન્દ્રનગર જિલ્લામાં જગ્યા ફાળવીને શીફટ કરવામાં આવે તેવુ નકકી કરવામાં આવ્યું છે. આમ નવા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં કામ કયારે શરુ થશે તે નકકી કરવું મુશ્કેલ બન્યુ છે. જિલ્લા કલેકટરે બે દિવસ પહેલા યોજાયેલી મિટીંગમાં એરપોર્ટ ઓથોરીટી, સીવીલ એવીએશન, જમીન સંપાદન અધિકારી, માર્ગ-મકાન, જિલ્લા પંચાયત, સિંચાઈ, વિજકંપની, જે તે મામલતદાર તેમજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં વિવિધ કામના મુદે સમીક્ષા કરીને નિર્ણયો લેવામાં આવ્યા હતા તેવુ અંતમાં જાણવા મળેલ છે.


Loading...
Advertisement