ગોંડલના વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર ત્રણ બાળકોનું અભિવાદન કરાયું

30 January 2020 02:28 PM
Gondal
  • ગોંડલના વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર ત્રણ બાળકોનું અભિવાદન કરાયું
  • ગોંડલના વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર ત્રણ બાળકોનું અભિવાદન કરાયું

પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે શિલ્ડ એનાયત

ગોંડલ તા.30
સામાન્ય રીતે બાળકો ને જે વિષય થી સૌથી વધુ ભણવા માં ડર લાગતો હોય અને કંટાળો આવતો હોય તેવા ગણિત વિષય પર જાણે એકદમ સરળતાથી મહારથ હાંસલ કરનાર ગોંડલ ના ત્રણ બાળકો નું તાલુકા કક્ષાએ પ્રજાસતાક દિન ની ઉજવણી માં મોટી ખીલોરી ખાતે શિલ્ડ આપી ને સન્માન કરવા આવ્યું હતું.

આ બાળકો ગત તા.7 ડિસેમ્બર 2019 ના રોજ કમ્બોડીયા ખાતે વિશ્ર્વના લગભગ 35 થી વધુ દેશ ના 4000 થી વધુ બાળકોએ યુસીમાસ ની 24 મી મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરી માં ભાગ લીધો હતો જેમાં માત્ર 7 વર્ષ ની વેકરિયા ધ્વનિ દીપેનભાઈએ એ-વન કેટેગરીમાં ચેમ્પિયન થયેલ અને આવી જ રીતે એ-ટૂ કેટેગરીમાં જોશી તીર્થ જયદીપભાઈ અને રથીન શૈલેષભાઇ અનેએ પ્રથમ ક્રમ મેળવેલ હતા..

લગભગ 4000 થી વધુ વિદ્યાર્થીઓ એ આ સ્પર્ધા માં ભાગ લીધેલ અને તેમને કોઈ પણ જાત ના ઇલેક્ટ્રોનિક સાધન કે કેલ્ક્યુલટર કે કોમ્પ્યુટર ની મદદ વિના સંપૂર્ણ પણે પોતાના જ મગજ નો ઉપયોગ કરી પોતાનું લોજીક તર્ક શક્તિ વાપરી ને પુરી ઝડપ અને ચોકસાઈ સાથે 8 મિનિટ માં 200 દાખલા કરવા ના હતા અને ગોંડલ ના આ બાળકો એ તેમની પોતાની કેટેગરી માં અદભુત કૌવત દાખવી ને ટ્રોફી મેળવેલ.

ચેમ્પિયન થનાર ધ્વનિ દીપેનભાઈ વેકરિયા હજી તો 2જા ધોરણ માં ભણે છે અને આટલી નાની ઉંમરે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માં ભાગ લેનાર અને ચેમ્પીયન બનનાર તે ગોંડલ ની પ્રથમ હશે. આ સાથે જ પ્રથમ ક્રમ મેળવનાર જોશી તીર્થ જયદીપભાઈ હજી તો 6ઠું ભણે છે અને પ્રથમ જ વખત આ પ્રકાર ની સ્પર્ધા માં ગયેલ અને ટ્રોફી જીતેલ છે. બહુમુખી પ્રતિભા ધરાવનાર તીર્થ ગણિત ની સાથે જ ટેક્નોલોજી માં પણ અદભુત રસ ધરાવે છે .અકસ્માત થયા બાદ અને પગ માં ઇજા હોવા છતાં ચાલવા માટે ની ઘોડી લઈ ને પણ આ નાનકડો ટાબરીયા એ પ્રજાસત્તાક દિન ની ઉજવણી પૂરેપૂરી માણી હતી. આવો જ ત્રીજો બાળક 14 વર્ષ નો દાફડા રથીન શૈલેષભાઇ ધો.8માં ભણે છે.એકદમ ધીર અને ગંભીર આ બાળક પણ પોતાની સ્થિરતા સાથે પોતાની કુશળતા બતાવી પ્રથમ ક્રમ મેળવ્યો છે.

આ વિજેતા બનનાર આ ત્રણેય બાળકો ને મામલતદાર ચુડાસમા , નગરપાલિકા ગોંડલ અને એશિયાટિક કોલેજ ના ગોપાલભાઈ ભુવા દ્વારા તેમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવેલ હતું .અને આ બાળકો ને તૈયાર કરનાર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ના મેન્ટર , માઈન્ડ અને મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા, ઇશાનીબેન ભટ્ટ , માનસીબેન હિરપરા અને તેમની ટીમ ને પણ અભનંદન આપ્યા હતા.


Loading...
Advertisement