ગોંડલના સાંઢીયા પુલ અને બસ સ્ટેન્ડનું નિર્માણકામ ખોરંભે

30 January 2020 01:59 PM
Gondal
  • ગોંડલના સાંઢીયા પુલ અને  બસ સ્ટેન્ડનું નિર્માણકામ ખોરંભે

લોકોને પડતી ભારે હાલાકી : મુખ્યમંત્રીને રજૂઆત

ગોંડલ તા.30
ગોંડલ નગરપાલિકાના વિપક્ષી સદસ્ય દ્વારા સાંઢિયા પુલ અને બસ સ્ટેન્ડના અટકેલા કામ બાબતે સંવેદના દાખવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકાના વિપક્ષી સદસ્ય યતિષભાઈ દેસાઈ એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી માંગ કરી છે કે છેલ્લા પાંચ વર્ષથી જેતપુર રોડ પર સાંઢિયા પુલ નું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તે ઉપરાંત મુસાફરોથી ધમધમતા બસ સ્ટેન્ડને પાડી ને પાદર કરી નાખવામાં આવ્યું છે.

હાલ કામ સદંતર બંધ થયું છે જેના કારણે શહેર તાલુકાની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે પ્રજાની પરેશાની અંગે ગોંડલ ધારાસભ્ય અને સાંસદ સભ્ય પ્રજાની વેદના ને ભૂલવાની સાથે આપને રજૂઆત કરવાનું પણ ભૂલી ગયા છે, પ્રજાને પડતી મુશ્કેલીથી સ્થાનિક આગેવાનો મોં ફેરવી રહ્યા છે, રાજકોટ શહેરને નવું બસ સ્ટેન્ડ આપી સરાહનીય કાર્ય કર્યું છે, ગોંડલમાં પણ નવા બસ સ્ટેન્ડ નું નિર્માણ કરી રોલ મોડલ બનાવવાની જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ હાલ નિર્માણ કાર્ય ક્યારે પૂરું થશે તે મોટો પ્રશ્ન ઉદભવ્યો છે તો ગોંડલ પ્રત્યે ભેદભાવની નીતિ છોડી સત્વરે યોગ્ય પગલા લેવા માંગ અંતમાં માંગ કરી હતી.


Loading...
Advertisement