ટંકારાની મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓની સિધ્ધિ: અઘેરીના છોડ પર સંશોધન કરાયું

29 January 2020 01:25 PM
Morbi Education Gujarat Saurashtra
  • ટંકારાની મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓની સિધ્ધિ: અઘેરીના છોડ પર સંશોધન કરાયું

ટંકારા તા.29
ઓ.આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજ ટંકારાની વિદ્યાર્થીનીઓએ અઘેરીના છોડ ઉપર સંશોધન કરેલ છે.
ટીવાય બીએસસીમાં માઈક્રોબાયોલોજીમાં અભ્યાસ કરતી સિણોજીયા મીન્ટુ, સુરાણી રિધ્ધી, જેઠલોજા પાયલ, મેથાણીયા અંકિતા, કગથરા રાધિકા તથા ગામી સંતોષ એ. ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ઘાસ તરીકે ઉગી નીકળતા અઘેરીના છોડ ઉપર સંશોધન કરેલ.
આ રીસર્ચ પ્રોજેકટમાં વિદ્યાર્થીનીઓએ અઘેરી છોડની એન્ટી માઈકોબિયલ હોવાનું સાબીત કરેલ.
આ રીસર્ચ પ્રોજેકટમાં વિદ્યાર્થીનીઓએ અઘેરી છોડના મિથેનોલીક કલોરોફોર્મ અને ઈથરનો અર્ક બનાવી જુથ, જુથ બેકટેરીયા અને ફુગ ઉપર તેની અસર તપાસી હતી. આ સંશોધનમાં એવું સાબીત થયેલ કે અઘેરીનો છોડ બેકટેરીયા અને ફુગ નાશક તરીકે કામ કરે છે.
આ પ્રોજેકટ વિદ્યાર્થીનીઓએ એકેડેમીકના ભાગરૂપે વિશેષ સમય આપી સંશોધન કરેલ. પ્રિન્સીપાલ અતુલભાઈ માકાસાણા દ્વારા માર્ગદર્શન અપાયેલ.
આ સંશોધનને ટ્રસ્ટના ઉપપ્રમુખ પંચાલભાઈ ભૂત, હિરાભાઈ, મંત્રી ધનજીભાઈ ઝાલરીયા, ટ્રસ્ટી ડાયાભાઈ બારૈયા, કેમ્પસ ડાયરેકટર ગોપાલભાઈ રતનપરાએ બીરદાવેલ. પ્રિ. અતુલભાઈ માકાસણાએ અભીનંદન આપેલ.


Loading...
Advertisement