કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી

28 January 2020 06:46 PM
Government Gujarat
  • કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી

ઉચ્ચ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ અંજુ શર્માને હાલમાં જ કેબીનેટની મીટીંગમાં મુખ્યમંત્રીના આકરા સ્વભાવનો પરિચય થઈ ગયો. ગુજરાત સરકારે રાજયની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા દેશ અને વિદેશથી વિદ્યાર્થીઓ આવે તે માટે સ્ટડી ઈન ગુજરાત કાર્યક્રમ ઘડયો છે જેમાં રાજયનાં મંત્રીઓ અને અધિકારીઓ રાજય બહાર જઈને ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષણ ઉપલબ્ધ છે તે માટે પ્રચાર કરીને વિદ્યાર્થીઓને આકર્ષવા પ્રયત્ન કરે છે જેમાં અંજુ શર્મા મીડલ ઈસ્ટ દેશોના પ્રવાસે ગયા હતા. જો કે તેમને કેબીનેટમાં આ અંગે પ્રેઝન્ટેશન કરવાનું નથી તેવુ ચીફ સેક્રેટરી અનિલ મુકીમે સૂચના આપી હતી. પરંતુ અંજુ શર્મા ઉત્સાહી અધિકારી તરીકે પોતે જે પ્રવાસ કર્યો તેની માહિતી આપવા લાગ્યા તેમાં તેઓએ એવુ કહ્યું કે આ દેશોમાં તેઓએ ગુજરાતી સમાજ અને ભારતના લોકોના સંગઠનનો કોન્ટેક કર્યો અને ગુજરાતમાં ભણવા આવવા અપીલ કરી તો મુખ્યમંત્રીએ તેમને અટકાવવા કહ્યું કે આપણે ગુજરાતીઓને તો આવકારીએ છીએ. વાસ્તવમાં બિનગુજરાતી અને વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં આવે તે પ્રયત્નો કરવા જોઈએ. ગુજરાતીઓ તો ગુજરાતમાં ભણવા આવે જ છે અને તેનો સંપર્ક રાજય સરકારે અલગથી કર્યો છે. મુખ્યમંત્રીની આ કોમેન્ટ પછી અંજુ શર્માને પ્રેઝન્ટેશન બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.


Loading...
Advertisement