આગામી દિવસોમાં કલેકટર, ડીડીઓ અને મ્યુ.કોર્પોરેશનમાં બદલીનો રાઉન્ડ આવે છે

28 January 2020 06:44 PM
Government Gujarat
  • આગામી દિવસોમાં કલેકટર, ડીડીઓ અને મ્યુ.કોર્પોરેશનમાં બદલીનો રાઉન્ડ આવે છે

ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓની બદલીનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. ખાસ કરીને જે સ્થાનો પર જિલ્લા કલેકટર, ડીડીઓ અને મ્યુનિ. કમિશ્ર્નરો ત્રણ વર્ષ પુરા કર્યા છે અથવા તો તે પુરા કરવાની નજીક છે તેઓની બદલી તોળાઈ રહી છે. રાજયમાં 12થી વધુ કલેકટર અને ડીડીઓ આ પ્રકારે ત્રણ વર્ષથી તેમના સ્થાન પર છે તેઓની યાદી તૈયાર થઈ ગઈ છે અને એક વખત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહી કરે કે તુર્ત જ તે યાદીના આધારે બદલીના ઓર્ડર નીકળવા લાગશે. રાજય સરકાર એ ગણતરી સાથે આગળ વધી રહી છે કે વર્ષના અંત પુર્વે મ્યુનિ. કોર્પોરેશન અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી છે અને તેના માટે ભાજપનું ગ્રાઉન્ડ અત્યારથી જ તૈયાર કરવું જરૂરી છે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં ભાજપની ચિંતા વધે નહી તે જોવા પ્રયાસ થશે.


Loading...
Advertisement