ગોંડલના ઉમવાડા રોડ પર અંડરબ્રીજનું લોકાર્પણ

28 January 2020 02:03 PM
Gondal Saurashtra
  • ગોંડલના ઉમવાડા રોડ પર અંડરબ્રીજનું લોકાર્પણ

ટ્રાફીકનું ભારણ હળવું થતા લોકોમાં રાહત

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.28
શહેરનાં પરિવહન માટે મહત્વ રુપ ઉમવાડા ફાટક પર નાં અંડરબ્રીજ નું લોકાર્પણ કરી ખુલ્લો મુકાતાં શહેરીજનો માં હષઁ ની લાગણી વ્યાપી છે.
નેશનલ હાઈવે થી શહેર ને જોડતાં ઉમવાડા રોડ પર રેલ્વે ફાટક ને કારણે વારંવાર ટ્રાફીક સમસ્યા સર્જાતી હોય લોકો પરેશાની ભોગવી રહ્યા હતાં.પેસેન્જર અને ગુડ્ઝ ટ્રેઈનો ની આવન જાવન ને કારણે કલાકો બંધ રહેતાં ફાટક થી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા હતાં.દરમ્યાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને નગરપાલિકા તંત્ર ની ધારદાર રજુઆતોને કારણે ફાટક પર રુ.ત્રણ કરોડ નાં ખર્ચે અંડરબ્રીજ મંજુર કરાતાં અને કામ પરીપૂર્ણ થતાં માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ વેળા નગરપાલિકા ના પ્રમુખ અશોકભાઈ પીપળીયા,પૃથ્વી સિંહ જાડેજા,એલ.ડી.ઠુંમર,રાજેન્દ્રસિંહ જાડેજા,ગૌતમભાઇ સિંધવ સહીત સદસ્યો હાજર રહ્યા હતાં.સાંઢીયાપુલ નું કામ પાંચ વષઁ થવાં છતાં પુણઁ થયું નાં હોય ઉમવાડા રોડ પર અંડરબ્રીજ કાયઁરત થતાં ટ્રાફીક નું ભારણ હળવું બનતાં લોકો એ હાશકારો અનુભવ્યો છે.


Loading...
Advertisement