ગોંડલના શિવરાજગઢની શાળામાં એક શામ વીર જવાનો કે નામ કાર્યક્રમ યોજાયો

28 January 2020 01:58 PM
Gondal
  • ગોંડલના શિવરાજગઢની શાળામાં એક શામ વીર જવાનો કે નામ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ અને માજી સૈનિકોનું સન્માન

ગોંડલ તા.28
ગોંડલ તાલુકાનાં શિવરાજગઢ ગામે 71માં પ્રજા સજાસતાક દિન નિમિત્તે મા ભારતીય ના વીર સપૂતો અને માતૃ ભૂમિને યાદ કરી કરીને વીર જવાનો ને બિરદાવા લાયક દેશના સિપાહીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમજ શિવરાજગઢ ક્ધયા શાળા ની ધોરણ 4 થી 8 ની વિદ્યાર્થીની ઓને સીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે નિવૃત સૈનિકો ને હાલના ફરજ બજાવતા શિવરાજગઢ ગામના સૈનિકોનું બહુમાન કરવાંમા આવ્યું હતું સાથે દેશ ભક્તિ ગીતો ના સૂરીલા ગીતો ના ગાન થી શિવરાજગઢ ગામના ગ્રામ જનો જૂમી ઉઠ્યા હતા.
આ તકે ગામના સરપંચ કાંન્તાબેન ભનુભાઈ વોરા તથા ગોંડલ તાલુકા પંચાયત માજી પ્રમુખ ડી. કે.વોરા તથા સામાજિક કાર્યકર ચંદ્રશ પંડ્યા અને શિવરાજગઢ ગામ અગ્રણી ઓ હાજર રહેલા હતા.


Loading...
Advertisement