ભાવનગર ડેપોના કેશરૂમમાંથી 9 લાખ રોકડની ચોરી

28 January 2020 11:14 AM
Bhavnagar Crime Government Saurashtra
  • ભાવનગર ડેપોના કેશરૂમમાંથી 9 લાખ રોકડની ચોરી

વહેલી સવારે ચોરી થયાની જાણ થતા અધિકારીઓની દોડધામ : પોલીસ દોડી ગઇ

વિપુલ હિરાણી,ભાવનગર,તા. 28
ભાવનગર એસટી ડેપોનાં કેશરુમમાં ત્રણ તસ્કરો રૂા. 9 લાખની રોકડની ચોરી કરી નાસી છુટતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ભાવનગરનાં એસટી ડેપોમાં મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ડેપોનાં કેશરૂમનાં તાળા તોડી રૂા. 9 લાખ જેટલી રોકડની ચોરી કરી નાસી છૂટ્યા હતાં. આ અંગે સવારે જાણ થતાં જ એસટી ડેપોનાં અધિકારીઓ-સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ અંગે પોલીસને જાણ કરાતા એ ડીવીઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.


Loading...
Advertisement