ભાવનગર નજીક પ્રતિબંધીત જંગલમાંથી રેતી ચોરી કરતા નવ ટ્રેકટર ઝડપતું વન વિભાગ

28 January 2020 09:52 AM
Bhavnagar Crime Government Gujarat Saurashtra
  • ભાવનગર નજીક પ્રતિબંધીત જંગલમાંથી રેતી ચોરી કરતા નવ ટ્રેકટર ઝડપતું વન વિભાગ

ખનીજ ચોરી કરતા ખનન માફીયાઓ સામે કાનૂની કાર્યવાહી

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.28
ભાવનગરના તળાજા વન વિભાગના કર્મીઓ ગત રાત્રે ઝાંઝમેર નજીક ના અનામત જંગલ વિસ્તારમાં રેતીચોરી કરતા તત્વો પર ત્રાટકી લોડર સહિત નવ ટ્રેક્ટરો કબ્જે કર્યા હતા. વન વિભાગની ટિમ ની આ પ્રથમ વખત કાર્યવાહીને લઈ દરિયા કિનારા ની રેતી ચોરતા તત્વો માં ફફડાટ ફેલાયો છે.

તળાજા નજીક થી પસાર થતી શેત્રુંજી નદી હોયકે તાલુકા નો દરિયા કિનારો હોય ભરપુર માત્રમાં નદી અને દરિયાની રેતી ની ચોરી થઈ રહી છે. વર્ષોથી રેતી ચોરી થતી હોવા છતાંય ખાણ ખનીજ વિભાગ,પોલીસ, મામલતદાર, ફોરેસ્ટ આ બાબતે મોટાભાગે નિષ્ક્રિય રહ્યો છે. જેમાં ગતરાત્રે રાઉન્ડ ફોરેસ્ટર વાય.પી.ચાવડા, એલ.એમ.ચાવડા, પી.બી.ચૌહાણ,અરવિંદભાઈ માયડા,મહાવીરસિંહ વાળા ગતરાત્રે ઝાંઝમેર નજીક અનામત જંગલ માં ફરક બજાવી રહ્યા હતા.એ સમયે વાહનો રેતી ભરતા હોવાનં જાણમાં આવતા રેડ કરી એક.લોડર સહિત નવ ટ્રેક્ટરો કબ્જે લીધા હતા.જેમાં ત્રણ ટ્રેક્ટરો માં રેતી ભરેલી હતી.અમુક ટ્રેકટર માં નંબર પણ ચેકિં નાખવામાં આવ્યા હતા.

વાય.પી.ચાવડા એ જણાવ્યું હતુંકે ટ્રેકટર માલિકો ની તપાસ ચાલુ છે.જિલ્લા નાયબ વન અધિકારી ને આ બાબતનો અહેવાલ મોકલી આપવામાં આવેલ છે.જિલ્લા લેવલે થી વધુ કાયદેસર ની.કાર્યવાહી કરવામાં આવશે. ગત રાત્રે ફોરેસ્ટ વિભાગ ની રેતી ચોર પર આ પ્રકારની કાર્યવાહી ને લઈ રાજકીય આગેવાનો સહિત ના લોકોના ફોન સંબધિત વ્યક્તિ ઓ પર રણકવા લાગ્યા હતા.


Loading...
Advertisement