દિલ્હી ચૂંટણી: ‘શાહીન બાગ’ મુદ્દે કેજરીવાલ અને અમિત શાહ આમને-સામને: જાણો વિગતો...

28 January 2020 08:40 AM
Government India
  • દિલ્હી ચૂંટણી: ‘શાહીન બાગ’ મુદ્દે કેજરીવાલ અને અમિત શાહ આમને-સામને: જાણો  વિગતો...

છેલ્લા એક મહિનાથી નાગરિકતા કાયદાને લઇને શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયુ છે. બન્ને નેતાઓ ‘શાહીન બાગ’ મુદ્દે આમને સામને આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી નાગરિકતા કાયદાને લઇને શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

દિલ્હી સીએમ કેજરીવાલે અમિત શાહને કહ્યું કે, તમારે શાહીન બાગમાં જવુ જોઇએ અને પ્રદર્શનકારીઓને સમજાવવા જોઇએ. કેજરીવાલના પ્રશ્નનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, કેજરીવાલ શાહીન બાગના લોકો સાથે છે તો પ્રદર્શનકારીઓ તેમની જ વાત માનશે.

ખરેખરમાં, કેજરીવાલે કહ્યું હતુ કે, અમિત શાહ અને બીજા મંત્રઓએ શાહીન બાગમાં જવુ જોઇએ અને લોકો સાથે વાતચીત કરવી જોઇએ, રસ્તો ખોલાવવો જોઇએ. શાહીન બાગનો રસ્તો બંધ છે તેથી લોકોને અવરજવરમાં તકલીફ થઇ રહી છે. બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે.

બસ, કેજરીવાલના આ નિવેદન બાદ અમિત શાહે જવાબ આપ્યો કે, તમે લોકો કહો છે કે, તમે શાહીન બાગની સાથે છો, જો તમારામાં હિંમત હોય તો તેમની સાથે જઇને બેસો, અને દિલ્હીને ફેંસલો લેવા દો. શાહે કહ્યું કે પ્રદર્શનકારીઓ તમારી વાત માનશે.


Loading...
Advertisement