રાજકોટ: શહેરનાં ચાર સ્થળોએ દારૂની રેઇડ : રૂા.66 હજારનો દારૂ જપ્ત

27 January 2020 05:29 PM
Rajkot Crime Gujarat Saurashtra
  • રાજકોટ: શહેરનાં ચાર સ્થળોએ દારૂની રેઇડ : રૂા.66 હજારનો દારૂ જપ્ત
  • રાજકોટ: શહેરનાં ચાર સ્થળોએ દારૂની રેઇડ : રૂા.66 હજારનો દારૂ જપ્ત
  • રાજકોટ: શહેરનાં ચાર સ્થળોએ દારૂની રેઇડ : રૂા.66 હજારનો દારૂ જપ્ત
  • રાજકોટ: શહેરનાં ચાર સ્થળોએ દારૂની રેઇડ : રૂા.66 હજારનો દારૂ જપ્ત
  • રાજકોટ: શહેરનાં ચાર સ્થળોએ દારૂની રેઇડ : રૂા.66 હજારનો દારૂ જપ્ત

ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી સૂરતના સુરેશ, રાજુ, ગવરીદળના રસીકને મોચીનગર પાસેથી મોહિત બાબરીયાને ક્રાઇમબ્રાંચે ઝડપ્યો લીધા : મહિલા કોલેજ પાસેથી અજય ઉર્ફે મુન્ના ગજ્જરને ગાંધીગ્રામ પોલીસે તથા જંગલેશ્ર્વરના અમીન ઉર્ફે મુંગા પીપરવાડીયાને ભકિતનગર પોલીસે દબોચી લીધો હતો : પોલીસે બે સપ્લાયરોની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા.27
શહેરમાં પ્રજા સતાક પર્વ નિમિત્તે પણ જુદા જુદા ત્રણ સ્થળો પર ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા 6 બુટલેગરોને રૂપિયા 66,500 ની 174 બોટલો સાથે ઝડપી લીધા હતા. જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર બે સપ્લાયરો વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા રીક્ષા સ્ટેન્ડ પાસે ત્રણ શખસો ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી અર્થે ઉભા હોવાની બાતમી ક્રાઇમબ્રાન્ચના એ.એસ.આઈ વિજય ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ શેખ,યોગેન્દ્રસિંહ જાડેજા,યોગીરાજસિંહ જાડેજાને પેટ્રોલીગ દરમ્યાન મળતા બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી સુરેશ કરશનભાઇ દોમડીયા પટેલ (ઉ.વ.45) (રહે,અમૃતકુંજ સોસાયટી જે-1-3-4 કુંભારના મકાનમાં ખોલવડ રોડ કામરેજ સુરત મૂળ લતીપર ,ધ્રોલ,જી,જામનગર), રાજુભાઈ ધીરુભાઈ ભાલાળા પટેલ (ઉ.વ.38) (રહે,ઓપરેઅ પેલેસ સી-9-3-2 ખોલવાડ રોડ કામરેજ સુરત) અને રસિકભાઈ રમેશભાઈ અજાણી પટેલ (ઉ,વ,27) (રહે, ગૌરીદળ ગામ ચોરાવાળી શેરી તા,જી,રાજકોટ ) ને ઝડપી લઈ પોલીસે પ્લાસ્ટિકના કોથળામાં સાંતળેલી ઈંગ્લીશ દારૂની બોટલ નગ 19 કિંમત 18,590ની કબ્જે કરી હતી. આ સાથે જ મોચીનગર કોમ્યુનિટી હોલ નજીક વોકળાના કાંઠે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા ગેરેજના ધંધાર્થી મોહિત હસમુખ બાબરીયા ( ઉ.વ 20, રહે.ઢેબર રોડ ધારેશ્વર સોસાયટી )ને પોલીસે પકડી પાડી વિદેશી દારૂની 36 બોટલ કિંમત 13,500 ની કબ્જે કરી હતી.

જ્યારે કાલાવડ રોડ પર માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજના ખૂણા પાસે રેલવેના પાટા રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલો ભરેલ સ્વીફ્ટ કાર
ઉભી હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હાર્દિકસિંહ પરમાર, કનુભાઈ બસિયાની ટીમે દરોડો પાડી કારચાલક અજય ઉર્ફે મુન્નો જયંતભાઈ ગજ્જર (ઉ,વ,24) ( રહે, મોરબી રોડ રાજલક્ષ્મી સોસાયટી શેરી,ન,8 શક્તિ હોટલવાળી શેરીમાં મહાદેવ સામે હસુભાઈ પટેલના ભાડાના મકાનમાં ) ને ઝડપી લઈને સ્વીફ્ટ કાર દારૂની બોટલ 36 અને મોબાઈલ ફોન સહિતના મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કાર - દારુ, મોબાઈલ મળી રૂપિયા 4,16,400 નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો સપ્લાય કરનાર જામનાગરના જીતેશ નાગદાન ભાઈ મકવાણાની શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત જગલેશ્વર શેરી નંબર 31 માં બુટલેગર ઈંગ્લીશ દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પો.કો. ભાવેશ મકવાણા, રવિરાજ પટગિરે રેડ કરી અમીન ઉર્ફ મુગો અનવર પીપીરવાડિયા ( ઉ.વ 23 , રહે.જગલેશ્વર) ને ઝડપી લઈ પોલીસે ઈંગ્લીશ દારૂની 48 બોટલ કિંમત રૂ. 20400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂનો જથ્થો ઇમરાન ઉર્ફ ઇમતુડો મહેબૂબ પઠાણે સપ્લાય કર્યાનું બુટલેગરે કબૂલાત આપતા તેની વિરુદ્ધ પણ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement